જાબડીયા ગામમાં કિસાન મોરચા દ્વારા ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ યોજાયો

જાબડીયા ગામમાં કિસાન મોરચા દ્વારા ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ યોજાયો

જાબડીયા ગામના શ્રી રામાપીર મંદિરમાં કિસાન મોરચા દ્વારા ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ લક્ષી પહેલમાં અને ભીલડી મંડળના પૂર્વ પ્રમુખ પાનસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જાબડીયા ગામના લોકપ્રિય સરપંચ લાલસિંહ  સોલંકી, ગામના અગ્રણીઓ અને યુવાન મિત્રો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ કિસાન મોરચા દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવતી પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ગ્રામીણ સ્તરે પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *