મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે મહેસાણા શહેરમાં રખડતા ઢોરે એક યુવકને અડફેટે લેતા યુવકને ઈજા પહોંચી હતી, ત્યારે સ્થાનિક લોકોએ યુવકની મદદ કરી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. રખડતા ઢોરે અડફેટે લેતા યુવકને હાથ-પગે ઇજા મહેસાણા જિલ્લા અને શહેરમાં રખડતા ઢોરોના કારણે રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવે છે. મહેસાણા શહેરમાં અરસામાં 23 વર્ષીય યુવક શૈલજા હોમ્સ પોતાના ઘરેથી બાઈક લઈ કામ અર્થે નીકળ્યો હતો. આ દરમિયાન રાધનપુર રોડ પર આવેલા રિયા હોન્ડા સામે પહોંચતા રખડતા ઢોરે યુવકના બાઈકને અડફેટે લેતા યુવક રોડ પર પટકાયો હતો જેમાં હાથ-પગ અને બરડાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
- August 3, 2025
0
241
Less than a minute
You can share this post!
editor

