બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતારો; પાલનપુર રેલવે બ્રિજ પર રીક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટના સાંજના સમયે બની હતી. પાલનપુર શહેરના આ રેલવે બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. અહીં અવારનવાર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળે છે.જ્યાં બુધવારે સાંજે રેલવે બ્રિજ ઉપર રીક્ષા અને એક્ટિવા ટક્કર બાદ ગુરુનાનક ચોકથી હાઇવે તરફ જવાના એક તરફના બ્રિજ પર ટ્રાફિક જામ ના દ્રષ્યો સામે આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો.રીક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિની વિગતો જાણી શકાઈ નથી. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- July 31, 2025
0
201
Less than a minute
You can share this post!
editor

