સેન્સેક્સમાં 46000ની ટોચે તેજીનો શ્વાસ રૂંધાયો, ગભરાવાની જરૂર નથી, એગ્રેસિવ થતાં અટકો

Business
Business

સમગ્ર વિશ્વ કોરોના ક્રાઇસિસમાંથી ઝડપી બહાર આવી રહ્યા હોવાના આત્મવિશ્વાસ સાથે ઇકોનોમિક રિફોર્મ્સના આંકડાઓ જારી કરી રહ્યું છે. માર્કેટ્સમાં સેન્ટિમેન્ટ તેજી- તેજી પોકારી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ 46000 પોઇન્ટની સાયકોલોજિકલ અને નિફ્ટી 13550 પોઇન્ટની ટેકનિકલી રેઝિસટન્સ સપાટીઓ વટાવી ચૂક્યા છે.

વિતેલા સપ્તાહ દરમિયાન માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાવા સાથે સાથે નવી ટોચ સર થઇ રહી હતી. ઓટો, મેટલ્સ, ઓઇલ્સ, પીએસયુ, એફએમસીજી, આઇટી તેમજ સ્મોલકેપ અને મિડકેપ્સમાં પણ ધૂમ સુધારાની ચાલ રહી હતી. નિફ્ટી 13500 પોઇન્ટની સપાટી ઊપર બંધ રહ્યો છે. એટલું જ નહિં સાપ્તાહિક ધોરણે બે ટકા ઉપરાંતનો સુધારો પણ નોંધાવ્યો છે.

જેમાં સંખ્યાબંધ હેવીવેઇટ્સ વધુ મજબૂત બન્યા છે. માર્કેટમાં તેજી માટે હવે સ્કાય ઇઝ ધ લિમિટ સૂત્ર લાગુ પડી રહ્યું છે. પરંતુ અંડરટોન ધીરે ધીરે સાવચેતીનો બની રહ્યો છે. નિફ્ટી હવે ઝડપથી 14000 પોઇન્ટ અને ત્યારબાદ સૌથી મહત્વની અને અઘરી 14200 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી તરફ આગળ વધે તેવો આશાવાદ પ્રબળ બન્યો છે. પરંતુ તે પૂર્વે નિફ્ટીએ 13500- 13600 પોઇન્ટના બે મહત્વના અંતરાયો ક્રોસ કરવા જરૂરી રહેશે. નિષ્ણાતોના મત મુજબ માર્કેટમાં હવે તેજીની ચાલ એટલી વેગીલી પણ નહિં હોય.

તાજેતરના ટોપ મૂવથી પ્રાઇસ એક્સટેન્શન ઉપર ગોલ્ડન રેશિયો (161 ટકા)ના ધોરણે હાલના સ્તરે મૂકી શકાય. માર્ચની બોટમના પ્રથમ ચરણથી 200 ટકાનું પ્રાઇસ એક્સટેન્શન પણ હાલના લેવલે જણાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે, જો મન્થલી ચાર્ટ ઉપર માર્ચ-2015થી લઇને અત્યારસુધીની તમામ ટોપ પોઝિશન્સને જોડવામાં આવે તો “ મલ્ટીયર અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન” જોવા મળે છે. તે સૂચવે છે કે, હાલના સ્તરેથી માર્કેટમાં તેજીનો ઊકળતો ચરૂ થોડો ઠંડો થાય તેની નવી લેવાલી માટે રાહ જોવી હિતાવહ ગણાય.

​​​​​હાલના સંજોગોમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સેક્ટર અને સ્ટોર સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે જ આગળ વધવું જરૂરી રહેશે. વિતેલા સપ્તાહની વાત કરીએ તો સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 1019 પોઇન્ટનો સુધારો નોંધાવી 46009.01 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી 255 પોઇન્ટના સુધારાસ સાથે 13513.85 પોઇન્ટ બંધ રહ્યો હતો.

ડેઇલી ચાર્ટ ઉપર ડ્રેગનફ્લાય દોજી પેટર્ન રચાઇ છે અને છેલ્લા બે દિવસના ઇન્ટ્રા- ડે સ્વીંગ્સમાં નિફ્ટી માટે હવે 13400 પોઇન્ટની સપાટી મજબૂત ટેકાની સપાટી તરીકે કામ કરે તે અતિ આવશ્યક છે. આ લેવલથી નીચે જો માર્કેટ સળંગ 3 દિવસ બંધ આપે તો નિફ્ટી 13100- 12900 પોઇન્ટ સુધી નીચે જઇ શકે તેવી શક્યતા નકારી શકાય નહિં.

અદાણી પાવર, હિન્દુ. કોપર, મેઘમણી ઓર્ગેનિક્સ, તાતા પાવર, તાતા સ્ટીલ, તાતા મોટર, શ્રીરામા મલ્ટીટેક, કેડિલા હેલ્થકેર, પીએનબી, ગોદરેજ પ્રોપર્ટીઝ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.