તુલસીદાસ જુનિયરનું પોસ્ટર કરાયું રિલીઝ, સંજય દત્ત હશે મહત્ત્વની ભૂમિકામાં
મુંબઈ,
અભિનેતા સંજય દત્તની ફિલ્મ તોરબાજ રિલીઝ થઇ ચૂકી છે. તો બીજી તરફ તે આશુતોષ ગોવારિકરની નવી સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મનું નામ છે તુલસીદાસ જુનિયર. આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ અને આશુતોષ ગોવારિકર પ્રોડક્શનના બેનર હેઠળ કરવામાં આવશે. હાલ તુલસીદાસ જુનિયરનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તુલસીદાસ જુનિયર એક સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ હશે.
આશુતોષ ગોવારિકર ભૂષણકુમાર સાથે સ્વદેશ અને પોતાની બીજી ફિલ્મોના મ્યૂઝિક માટે કામ કરી ચૂક્યા છે. તો આ બન્ને પહેલી વાર પ્રોડક્શન હાઉસમાં એક સાથે ફિલ્મ પ્રોડયૂઝ કરવા જઇ રહ્યા છે. પોતાની આ ફિલ્મને લઇને આશુતોષ ગોવારિકરે ટિ્વટ કરીને લખ્યું ેછે કે એક મ્યૂઝિક કોલોબ્રેશન જે મૂવી કોલોબ્રેશન બની ગયું છે. પોતાની ક્યૂ સ્ટિક તૈયાર રાખો. આ ટિ્વટ સાથે તેમણે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. જેમાં એક વ્યક્તિના હાથમાં સિલ્વર બોલ જાેવા મળે છે. બોલમાં ટ્રોફી બનેલી છે.