અમીરગઢ બનાસ નદીમાં મગર દેખાયો વનવિભાગની ટીમે સર્ચ કરતા પાણીમાં ગરકાવ થઈ ગયો

અમીરગઢ બનાસ નદીમાં મગર દેખાયો વનવિભાગની ટીમે સર્ચ કરતા પાણીમાં ગરકાવ થઈ ગયો

અગાઉ નદીની વચ્ચે આવેલ પથ્થર પર દેખા દીધી હતી; અમીરગઢ બનાસ નદીમાં મગર દેખાયો અગાઉ પણ મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે ફરી અંદાજિત ત્રણથી ચાર વર્ષ બાદ મગરનો વિડિયો વાયરલ થયો હતો અને લોકોએ મગરને જોતા બનાસમાં નદી પટમાં ન જવા તાકીદ થઈ રહી છે. બનાસનદીના પટમાં રહેતા અને ખેતી કરત્તાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે નદીમાં પાણીની આવક થતા મગરે દેખા દીધી હતી અગાઉ પણ એકવાર મગરે દેખા દેતા વનવિભાગની ટીમ રેસ્ક્યુ કરવા જતા મગર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો લોકોને બનાસ નદી પટમાં નાહવા અને ઊંડા પાણીમાં ન જવા સ્થાનિકોએ અપીલ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *