કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કર્યું
સિદ્ધપુરમાં સરસ્વતી નદી રોડ પર સિધ્ધેશ્વર ફ્લેટની સામે સિધ્ધપુર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત “હંસાબા”ના સ્મરણાર્થે ગુરૂવારે કેબિનેટ મંત્રી અને જ્ઞાતિવાડીના દાતા બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં અગ્રતા ક્રમાંક મેળવતા પાલિકાના સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર અને ચીફ ઓફિસર કૃપેશ પટેલનું પણ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસ દેવીપૂજક સમાજના ભાઈઓ માટે ગર્વનો દિવસ છે. આ પાવન દિવસ નિમિત્તે દેવીપૂજક સમાજની વાડીનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાની ઉમરમાં જીવનના પાઠ સમાજના ભાઈઓ પાસેથી શિખ્યો છું. કેબિનેટ મંત્રીએ દેવીપૂજક સમાજને દીકરા-દિકરીઓને શિક્ષણ અપાવવા પણ આહવાન કર્યું હતું.

