આળસ દૂર કરી જીવનમાં આગળ વધારતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

આળસ સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં ઓછા વધારે પ્રમાણમાં આળસ જાેવા મળે છે.આપણે જાણીએ છીએ કે આળસ દરેક પ્રકારની પ્રગતિમાં અવરોધક સાબિત થાય છે.આજ પહેલા આળસ ભાગ્યે જ કાંઈ લખાયું હશે.આળસ પર લખવાની પણ આળસ આવી શકે. ખેર, આળસ અલગ અલગ લોકોમાં જુદા જુદા રૂપે જાેવા મળે છે.વિદ્યાર્થી અવસ્થાથી જ આળસ માનવ શરીરમાં પગપેસારો કરે છે અને તેનું સ્થાન જમાવી લે છે એવું મારૂં માનવું છે.આ વાત આપણે જાણતા નથી એટલે તેની સામે કોઈ પગલાં લેતા નથી. એટલે જ દરેક વિદ્યાર્થી કે વ્યક્તિના વિકાસ સાથે આળસ પણ વિકસીત થતી જાય છે જેને લીધે તે શરીર અને મન પર પોતાનો કાબુ જમાવતી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે કયારે આપણું શરીર,આપણું મન આળસનું ઘર બની ગયું.કયારે આપણા કહેવાતા શરીર અને મન પરથી કાબુ લઈ ગયું.વિદ્યાર્થીઓમાં કોઈને વાંચવાની આળસ, કોઈને લખવાની આળસ, કોઈને સ્કૂલ જવાની આળસ તો કોઈને બહાર જવાની આળસ, ઉંમરની સાથે આળસ પણ વધતી જતી જાેવા મળે છે. મોટાઓમાં ઘણાંને ચાલવાની આળસ, કોઈને ઘરના કામની તો કોઈને ઓફિસના કામની આળસ, કોઈને જીવનમાં આગળ વધવાની આળસ,કોઈને જવાબદારી સ્વીકારવાની તો કોઈને તે પુરી કરવાની આળસ, કોઈને બેઠા પછી ઉભા થવાની આળસ એવી પણ વ્યક્તિ મેં જાેઈ છે જેમને બોલવાની, જવાબ દેવાની પણ આળસ આવે છે.એટલે વાતચીત દરમ્યાન બને ત્યાં સુધી માથું હલાવીને જ ‘હા’ ના’ નો જવાબ આપી વાત ટુંકાવવાનો પ્રયત્ન કરે છે.વિચાર કરો કે આવી વ્યક્તિ જીવનમાં શું કરી શકે ? શું મેળવી શકે ? આ સુંદર માનવ જીવનનો અર્થ શું ?
આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રકારની આળસ સફળતાની મોટી દુશ્મન છે.આળસ દુર કરવા મેન્ટલી ફિઝીકલી એકટીવ રહેવું જાેઈએ.જેને માટે દરેક પ્રકારના માનસિક અને શારીરિક રીતે સતત એકટીવીટીઓ ચાલુ રાખવી જાેઈએ.
સુમેરભાઈ તેમનાં પત્ની મંદિરાબેન અને એકના એક પુત્ર રોહનને લઈને આવ્યા.ચૌદ વર્ષનો રોહન આઠમા ધોરણમાં ફેઈલ થયો હતો.એટલે એમ લાગ્યું કે, તેની યાદશક્તિ નબળી હશે, પણ મંદિરાબેને વાત શરૂ કરવા જણાવ્યું કે, રોહન ખુબ આળસુ છે, લાંબા સમય સુધી સુઈ રહે છે અનેકવાર જગાડયા પછી માંડ જાગે છે, તેને તૈયાર થતા એટલે કે બ્રશ કરી ટોયલેટ જઈ ન્હાવાનું પતાવતાં ઓછામાં ઓછા બે કલાક લાગે છે.પહેલાં તો બપોરની સ્કૂલ હતી એટલે વાંધો નહોતો આવતો પણ આઠમા ધોરણથી સવારની સ્કૂલ થતાં તકલીફો વધવા લાગી, કયારેક બ્રશ કર્યા વગર ચા દુધ પીવે તો કયારેક ન્હાયા વગર સ્કૂલે જાય ત્યારે માંડ સ્કૂલ પહોંચી શકે.રોજ તેનું હોમવર્ક અધુરૂં રહે એટલે ટીચરોની ફરિયાદ આવે.અમે સારા સરનું ટયુશન રાખ્યું કે સ્કૂલમાં જે ન સમાજી શકયો હોય તે ટયુશન ટીચર પાસે સમજી લે.ટયુશન ટીચરનું પણ કહેવું છે કે, રોહન બહુ સ્લો છે તેને કોઈ ડૉકટરને બતાવો.અમારા ફેમેલી ડૉકટરની સલાહ લીધી.તેમને સુચવેલી દવા આપી પણ કોઈ ફરક ન પડયો.આમને આમ વરસ વીતી ગયું અને રોહન ફેઈલ થયો.અમે શોધમાં હતા કે જે રોહનને સારો કરી શકે તેવામાં બે જગ્યાએથી રેફરન્સ મળ્યો એટલે આજે અમે તમારી પાસે આવ્યા છીએ.
રોહનના મમ્મી મંદિરાબેનની ફરીયાદો પુરી થઈ એટલે રોહન સાથે અમે વાતચીત દ્વારા જાણવાનો પ્રયત્ન કર્યો કે તેને શેમાં ઈન્ટરસ્ટ છે, તેને હિસાબે ફેલ થવાનું શું કારણ છે, તેના શોખ શું છે ? વિગેરે.. ત્યારબાદ રોહનના પપ્પા મમ્મીને રોહન દરેક કામમાં સ્લો છે તેજ તેને નડે છે તેનો આ મેન્ટલ બ્લોક હીપ્નોથેરાપી- હીપ્નોહીલીંગની સારવાર થકી દુર કરી શકાય અને ધીરે ધીરે રોહન ભણવામાં તેમજ અન્ય દરેક કામોમાં બીજા સ્ટુડન્ટોની જેમ કે તેમના કરતાં પણ વધુ સારી રીતે આગળ વધી શકશે.સુમેરભાઈ એટલે કે રોહનના પપ્પા આ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે તેમનો દિકરો રોહન બીજા દરેક બાળકોની જેમ ઝડપથી જુસ્સાભેર આગળ વધી શકશે.એટલે તેમણે કહ્યું કે, જાે તેનો વિકાસ (પ્રોગ્રેસ)થવાનો હોત તો અત્યાર સુધીમાં ચોક્કસ થયો હોત, એટલું જ નહીં એક ડૉકટર સાહેબે તો અમને એમ પણ કહ્યું છે કે રોહન જીવનભર આમ જ રહેશે, તેનામાં સુધારો આવવાની કોઈ શકયતા નથી માટે તેની પાછળ ટાઈમ અને રૂપિયા ખર્ચવાનો કોઈ અર્થ નથી. અમારે સુમેરભાઈને સમજાવવું પડયું કે કોઈપણ વ્યક્તિ, ડૉકટર ભગવાન નથી એટલે કે તેમણે કહી દીધું એટલે પથ્થરની લકીર માનીને તે વાતને વળગી રહેવું તે મોટી ભૂલ છે.દરેક માણસ/ડૉકટર/થેરાપીસ્ટ/ કિલર જે વિષયમાં કામ કરે છે તે વિષયમાં તેમનું જ્ઞાન સારૂં છે પણ તે સિવાયની પદ્ધતિઓ અને તેના પરિણામોથી અજાણ હોઈ આવું કોઈપણ કહે તે સ્વાભાવિક છે. આવી કોઈપણ સાંભળી, મનમાં રાખી જાે તમે બીજી કોઈપણ સારવાર પદ્ધતિ જાે તમે ન અપનાવો તો તેમાં તમારૂં જ નુકશાન છે. તમારા બાળકનું નુકશાન છે કોઈપણ સારવાર પદ્ધતિ વિશે ખોટા વિચારો મનમાં બાંધી લેવા કરતાં તેના વિશેની સાચી માહિતીઓ મેળવીને યોગ્ય નિર્ણય લો તે વધુ સારૂં કહેવાય. દરેક ડૉકટર, થેરાપીસ્ટ, હીલર અન્ય પદ્ધતિઓ અને તેના પરિણામોથી અજાણ હોઈ તેઓ કાંઈપણ કહે તે સ્વાભાવિક છે.આ વાત તરત સ્વીકારતા તેમણે કહ્યું કે, તે ડૉકટર સાહેબ તો ૧૦-૧ર વર્ષથી અનુભવી નથી જયારે તમે તો તેમના કરતાં અનેક ગણા વધુ અનુભવી હશો જ તમારી વાતથી હવે એમ લાગે છે કે અમારો રોહન તમારી સારવાર પદ્ધતિથી તમારા હીલીંગથી ચોક્કસ સારો થઈ જશે. તમે કહો તે કરવા અમે તૈયાર છીએ અમારે શું કરવાનું છે, તે જાણો અને રોહનની સારવાર શરૂ કરો.બીજા બધા બાળકોની જેમ અમારા રોહનને બધા સાથે હસતો રમતો જાેવા અમારી આંખો અધીરી થઈ ગઈ છે.
સુમેરભાઈ અને મંદિરાબેનને હિપ્નોથેરાપી અને તેની કાર્ય પદ્ધતિની સમજણ આપી અન્ય જરૂરી સુચનાઓ આપી જણાવ્યું કે, હવે તમારો જેટલો સારો સહકાર હશે તેટલો વધુ ફાયદો મેળવી શકશે. પછી આ સારવાર વિશે રોહનને સમજાવ્યું અને તેને શું કરવાનું છે તે કહ્યું અને જરૂરી કાર્યવાહી પુરી કરી તુરંત જ રોહનની સારવાર શરૂ કરી.
દરેક કામમાં રોહન સ્લો હોવા છતાં અમારા તરફથી આપવામાં આવતી સુચનાઓ ખુબ જ ઝડપથી અને સારી રીતે સ્વીકારતો હતો એટલે ગણત્રીના દિવસોમાં રોહનમાં સારૂ એવં ઈપ્રુવમેન્ટ જાેઈ તેના ફાધર-મધર તો અવાક જ થઈ ગયા.જેમ જેમ ટ્રીટમેન્ટ આગળ વધી રોહન માત્ર ફાસ્ટ થયો કામ કરવામાં એવું નહોતું. હવે તે પોતાના દરેક કામ પોતાની મેળે કરવા લાગ્યો, દરેક કામ માટે તત્પર થવા લાગ્યો અને સ્ટડી સાથે ગેઈમમાં પણ આગળ વધતા તેના પેેરેન્ટસનું જાણે સપનું સાકાર થયું હોય તેમ લાગ્યું.આમ થતાં તેમનો અમારા પરનો અને હિપ્નોથેરાપી પરનો વિશ્વાસ જાણે અતુટ બંધનમાં બંધાઈ ગયો.રપ દિવસની રોજની ફકત ર૦-૩૦ મીનીટની સારવારે રોહનનું જીવન બદલાઈ ગયું.સામાન્ય રીતે માનવામાં ન આવે તેવા પરિણામો હીપ્નોથેરાપી દ્વારા મળી શકે છે.વધુ માહિતી માટે જવાબી પત્ર લખો, મોબાઈલ કરો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.