માનવ જીવન રતન સમ, કર્યું વ્યર્થ બરાબર ! ધર્મ તણી ચર્ચા કરી, ચાખી શકયા ન સ્વાદ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

શિયાળાની દિવસે હળવીને રાત્રે ઠંડા પવનોના સુસવાટા વચ્ચે કડકડતી ઠંડીની શરૂઆત સાથે જ નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસે પાછો પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે.દેવઉઠી અગિયારસથી શુભ કાર્યોની શરૂઆત કરવા મથામણ કરતા માનવીની ચહલ પહલ પર સુપ્રિમ કોર્ટની હાવી ટકોર પછી કંકઈ હળવી કડકાઈ આવી નેતાઓને તેમની આજુબાજુનાને જાણે કે કોરોનો સગો થતો હોય તેમ બેફામ ટોળા અવનવા બહાના હેઠળ કરીને છેવટે તો લોકોમાં સંક્રમણ વધારી રહ્યા છે.ગરીબ મધ્યમ વર્ગમાં ભારે ભય અને દહેશતની એવા પ્રકારની લાગણી ફેલાઈ છે કે નેતાઓ અને ધનાઢય લોકો તો મોટા નાણાં ચુકવીને કે સરકારી ખર્ચે મોંઘી હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે પણ આપણું કોણ ? સેલ્ફ ફાયનાન્સ, શાળા કોલેજાેની જેમ હવે આ વાયરસમાં ખાનગી સરકારી હોસ્પિટલો પણ અવનવાં અવળીતરાં નામથી આર્થિક રીતે પ્રજાને લુંટી રહી છે પણ સાચું બોલે કોણ ? અને એકલ દોકલ વ્યક્તિ બિચારો સાચું બોલી જાય તો તેનું સાંભળે કોણ ? ગુજરાતમાં શાસક-ભાજપ અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે આ કુદરતી મહામારીમાં પ્રજાલક્ષી જાગૃત બનવાની જરૂર છે. સભા સમારંભો, ખાતમુહુર્તો નવા બાંધકામને શુભારંભો બંધ રાખો, લોકોને કયાં સુધી દંડ કરીને તમારા અભરખા પુરા કરશો.એક ગરીબ માણસ માસ્ક પહેરવાનું ભુલી ગયો હોય તો પોલીસ દાદા એક હજારનો દંડ કરે.અલ્યા થોડી માનવતા રાખો, આ અભણ, ગરીબ, મધ્યમ વર્ગના માણસોને તમારી પાસે પ્રેમથી બોલાવીને સમજાવો કે આ રોગચાળો ભયંકર છે. તારી પાસે માસ્ક ના હોય તો રૂમાલ, ફાળીયાનો છેડો નાક મોંઢાની આગળ રાખ ને હવે આવી બીજી વાર ભુલ કરીતો પ્રજા દોષ કર્યો છે તે સમજી તમે કડક સજા કે દંડ કરામાં આવશે.ગુજરાતમાં દારૂ, અફીણ, કેફી દ્રવ્યોના વેચાણ,વપરાશ પર પ્રતિબંધ છે. શું આપણા આ પોલીસ દાદા સાચી ફરજ કડકાઈ બતાવી શકે છે ખરા ? મહીના દહાડે હપ્તા ચુકવતા બે પાંચ લોકોને કે ગાડીને પકડીને મોટી ધાડ, રાષ્ટ્રપ્રેમનું કામ કર્યું હોય તેવી છાપ અખબાર ટીવી માધ્યમમાં ચમકે છે. શું આ વાતથી તેમના ઉપરવાળા અજાણ હોય છે. ના ઉપરવાળા ખાય છે એટલે નીચેવાળા બેફામ બન્યા છે.આજે ભ્રષ્ટાચાર આ રીતે જ વધ્યો છે. નોવેલ કોરોના કહેર વચ્ચે સીમેન્ટ ક્રોંકીટને બીજી વાહીયાત બીનજરૂરી યોજનાઓમાં કરોડો, અબજાે રૂપિયાની ગ્રાન્ટ ઈશ્યુ કરીને છેવટે તેનું ભારણ પ્રજા પર રાત દિવસ નાખી રહ્યા છે. કોણ બોેલે ? આ કયાં લોકશાહી છે ? પ્રજા તો બાપડી બિચારી કયાં કંઈ બોલી શકે છે ને આપણા ચૂંટાયેલા દલા તરવાડીઓને તો ? બસ દરેક જગ્યાએ કયાંક ક્ષતિ, વ્યવસ્થાતંત્રની છે.નહીંતર આવી પરીસ્થીતિનું નિર્માણ ન થાય.હોસ્પિટલોમાં આઈસીયુ સેન્ટરમાં આગની ઘટના વારંવાર બને છતાં કોઈ પગલાં લેવાતાં નથી. નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસની તકેદારીમાં માસ્ક, સેનેટાઈઝીંગ વારંવાર હાથ ધોવા અને સોશીયલ ડીસ્ટસીંગનો અમલ થવો જ જાેઈએ. આ નિયમ ફકત ને ફકત આમ પ્રજાને જ લાગુ પડે ને બીજા ઉચ્ચ કહેવાતા વ્યક્તિઓ ગમે તે કરે તો કંઈ નહીં.આ કયાંની લોકશાહી ? લોકોના ચૂંટેલા વ્યક્તિઓ લોકોના ઓફિસર કે દાદા નથી એ પ્રતિનિધિ છે.તેમણે તેમના વિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળીને જે તે કક્ષાએ રજુ કરી ઉકેલ લાવવો જાેઈએ પરંતુ આજે ફકત ચૂંટણી ટાણે જ લોક પ્રતિનિધિત્વનું માનસ આ નેતામાં દેખાય.બાકીના પાંચ વર્ષમાં તો હીટલરનો પણ બાપ બની જાય છે. કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં પણ આ સત્ય હકીકત છે જે આપણે સૌ જાણતા હોવ છતાં બોલી શકતા નથી. હું ચૂંટાગો એટલે જે તે વિસ્તારનો બાદશાહ એ પહેલાંના જમાનામાં હતું આ લોકશાહી છે ભાઈ, ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે પત્ની હોય ને પતિ શાસક બની ગામમાં રોફ જમાવતો હોય આવું કેટલાય ગામ, નગર, મહાનગરોમાં જાેવા મળે તે વોર્ડની પણ અસર વર્તાય. વાચક મિત્રો કોરોના કોવિડની અસરમાં અખબારોએ પોતાની સારી પૂર્તિઓને રફેદફે કરી નાખી છે એટલે હવે આટલે જ અટકીએ..સારી બાબતોને જે તે કક્ષાએ રાખવી જાેઈએ. બાકી જીવન ચરિત્રો-સંવેદના સડેલાં વૃક્ષોના લાકડાં પણ વ્યકત કરી નાખે છે.લોકશાહી શાસનમાં વિક્રમ સંવત ર૦૭૭ ની પ્રથમ દિવાળી, દેવદિવાળી ગઈકાલે ઉજવી હવે શાંતિભેર નવું વર્ષ પસાર થાય તેવી ગતિવિધિ ચાલુ થાય તેવી આશા સહ અસ્તુ…
યશપાલસિંહ ટી.વાઘેલા થરા મો.૯૪ર૮૬૭૮૬૯૯

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.