મહેસાણાના પાલાવાસણા નજીક ચાર વાહનો ટકરાતાં બેના મોત; પાંચ ઘાયલ

મહેસાણાના પાલાવાસણા નજીક ચાર વાહનો ટકરાતાં બેના મોત; પાંચ ઘાયલ

મહેસાણામાં ગત રોજ વહેલી પરોઢે પાલાવાસણા હાઈવે બ્રિજ પાસે એક પછી એક વાહનો એકબીજાની પાછળ ટકરાતાં ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક કારમાં સવાર ૨ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહેસાણાના પાલાવાસણા ચાર રસ્તે ગોકળગતીએ ચાલતા બ્રિજની કામગીરીના લીધે અમદાવાદ તરફથી આવતા વાહનોની આખો દિવસ લાંબી કતારો જોવા મળતી હોય છે. જ્યાં કલાકો સુધી ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાતી હોય છે. વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના સુમારે જ્યારે ચક્કાજામ ત્રાફિક જામ્યો હતો. તેવા સમયે પુર ઝડપે એક ટ્રક ચાલક ટ્રક લઈને આવતા તેની આગળ ઉભેલા ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે એઓબીજાની આગળ ઉભેલા વાહનોને પણ ટક્કર વાગતાં બે ટ્રક સહિત એક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે એ સિવાયના અન્ય વાહનોના ૫ લોકોને નાની મોટી ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે સોવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કોઈએ સમય સુચકતા વાપરી પોલીસને જાણ કરતા મહેસાણા તાલુકા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક નિયમનની સાથે અકસ્માતના બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરી ચક્કાજામ થઈ ગયેલા ટ્રાફિકને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જે બાબતે અકસ્માતનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *