૧૯૮૨ની વર્લ્ડ ચેમ્પિયન ઇટાલીની ટીમના ફૂટબોલર પાઓલો રેસ્સીનું નિધન

Sports
Sports

ન્યુ દિલ્હી,
ફૂટબોલ જગતને તાજેતરમાં બે મોટી હાનિ પહોંચી છે. મહાન ડિયેગો મારાડોનાના નિધનને હજી એક મહિનો થયો નથી ત્યાં તો ૧૯૮૨ની ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની ચેમ્પિયન ઇટાલીની ટીમના સદસ્ય પાઓલો રેસ્સીનું નિધન થયું છે. ૧૯૮૬માં મારાડોનાએ આજેર્ન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું તે અગાઉ ૧૯૮૨માં પાઓલો રેસ્સીની આગેવાની હેઠળ ઇટાલીની ટીમ ચેમ્પિયન બની હતી.
૬૪ વર્ષના પાઓલો રેસ્સી ફૂટબોલમાંથી નિવૃત્ત થયા બાદ કોમેન્ટેટર તરીકે સક્રિય હતા. તેઓ ઇટાલીના સરકારી પ્રસારણકર્તા રેડિયો ટેલિવિઝન ઇટાલિયા (આરએઆઈ)સાથે સંકળાયેલા હતા. આરએઆઈએ ગુરુવારે જાહેર કર્યું હતું કે રેસ્સીનું નિધન એક એવી બીમારીને કારણે થયું હતું જેનો કોઈ ઇલાજ ન હતો. પાઓલો રેસ્સીની પત્ની ફેડરિકા કેપેલ્લેટીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં કેપ્શનમાં લખ્યું હતું હંમેશાં ઇટાલી માટે.
સટ્ટાબાજીમાંથી નિર્દોષ જાહેર થયા બાદ ૧૯૮૦માં પાઓલો રેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૧૯૮૨ના ફિફા વર્લ્ડ કપમાં તેણે પોતાની ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. એ વખતે તેણે કપ્તાની કરી હતી અને એક ખેલાડી તરીકે તો જાેરદાર દેખાવ કર્યો હતો. સ્પેન સામેની મેચમાં તેણે છ ગોલ નોંધાવ્યા હતા. બ્રાઝિલ સામે ૩-૨ના વિજયમાં રેસ્સીએ હેટ્રિક નોધાવી હતી. વેસ્ટ જર્મની સામેની ફાઇનલમાં રેસ્સીએ જ પહેલો ગોલ કર્યો હતો. એ મેચમાં ઇટાલીનો ૩-૧થી વિજય થયો હતો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.