બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) હેઠળ, બાવન લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી પંચે એસઆઇઆરના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. પંચે ૫૨.૩૦ લાખ મતદારોની યાદી શેર કરી છે, જેઓ મળત્યુ પામ્યા છે અથવા કાયમી રીતે સ્થળાંતર કરી ચૂકયા છે અથવા અનેક સ્થળોએ નોંધાયેલા છે. જેમાં ૧૮.૬૬ લાખ મતદારો મળત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.૨૬ લાખથી વધુ આવા મતદારો છે જેઓ બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા છે. ૭.૫૦લાખ આવા મતદારો છે જે એક કરતાં વધુ સ્થળોએ નોંધાયેલા છે. ૧૧ હજાર ૪૮૪ આવા મતદારો છે. જેમનું કોઈ સરનામું નથી. એવા મતદારોની કુલ સંખ્યા ૬.૬૨ ટકા છે જે તેમના સરનામા પર મળ્યા નથી.
૨૪ જૂન, ૨૦૨૫ સુધીમાં, કુલ મતદારો ૭,૮૯,૬૯,૮૪૪ માંથી ૯૦ ટકાથી વધુ મતગણતરી પત્રો પ્રાપ્ત થયા છે. જેમની સંખ્યા ૭,૧૬,૦૪૧૦૨ છે, જ્યારે ૯૦.૩૭ ટકા એટલે કે ૭,૧૩,૬૫,૪૬૦ સુધારણા ફોર્મ ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યા છે. ફક્ત ૨.૭૦ ટકા લોકોના ફોર્મ સબમિટ કરવામાં આવ્યા નથી. કુલ ૯૭.૩૦ ટકા મતદારોને એસઆઇઆર માં આવરી લેવામાં આવ્યા છે.બિહારમાં ૧ ઓગસ્ટ, ના રોજ પ્રકાશિત થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં બધા લાયક મતદારોનો સમાવેશ થાય તે કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. બિહારના તમામ ૧૨ મુખ્ય રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો દ્વારા નિયુક્ત કરાયેલા લગભગ ૧ લાખ બીએલએ ૪ લાખ સ્વયંસેવકો અને ૧.૫ લાખ બીએલએ સહિત સમગ્ર ચૂંટણી તંત્ર તે મતદારોને શોધવા માટે સાથે મળીને કામ કરી રહ્યું છે. જેમણે હજુ સુધી તેમના ગણતરી ફોર્મ (ઇએફ) સબમિટ કર્યા નથી અથવા તેમના સરનામાં પર મળ્યા નથી.

