iFFalconએ 3 સ્ક્રીન સાઈઝમાં ટીવી લોન્ચ કર્યા, તેમાં 24 વૉટનાં સ્પીકર અને 5000 એપ્સનો એક્સેસ મળશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ચાઈનીઝ કંપની TCL ટેક્નોલોજીની સબ બ્રાન્ડ iFFalconએ ભારતીય માર્કેટમાં તેનું નવું 4K ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવી મોડેલ K61 4K છે. કંપની તેના 43 ઈંચ, 50 ઈંચ અને 55 ઈંચ સ્ક્રીન સાઈઝ મોડેલ લોન્ચ કર્યા છે. આ ટીવીને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. કંપનીએ ટીવીનું અનાઉન્સમેન્ટ ઓક્ટોબરમાં બિગ બિલિયન સેલ દરમિયાન કર્યું હતું.

iFFalcon K61ની કિંમત

iFFalcon K61 4K સ્માર્ટ TVના 43 ઈંચ મોડેલની કિંમત 24,999 રૂપિયા, 50 ઈંચ મોડેલની કિંમત 30,499 રૂપિયા અને 55 ઈંચ મોડેલની કિંમત 36,499 રૂપિયા છે. આ ત્રણેય મોડેલને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે.

iFFalcon K61નાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

_ ટીવીના ત્રણેય મોડેલનું રિઝોલ્યુશન (3,840×2,160 પિક્સલ) ડિસ્પ્લે સપોર્ટ કરે છે. તમામ ટીવી એન્ડ્રોઈડ ટીવી 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

_ આ 4K અપસ્કેલિંગ સપોર્ટ કરે છે. અર્થાત તમે ટીવી પર નોન નેટિવ 4K કન્ટેન્ટ જુઓ છો ત્યારે તેની પિક્ચર ક્વોલિટી સારી કરે છે. તેની ડિસ્પ્લેમાં 1296 માઈક્રો ડિમિંગ જોન્સ આપવામાં આવ્યા છે. તે HDR 10 સપોર્ટ કરે છે.

_ તેમાં 12 વૉટના 2 સ્પીકર મળે છે. અર્થાત કુલ 24 વૉટનો સાઉન્ડ આઉટપુટ મળે છે. તે એન્ડ્રોઈડ OS સપોર્ટ કરે છે. તેમાં 5000થી વધારે એપ્સનો એક્સેસ કરી શકાય છે.

_ તેમાં નેટફ્લિક્સ, યુટ્યુબ, એમેઝોન પ્રાઈમ વીડિયો પ્રિ ઈન્સ્ટોલ OTT એપ્સ પણ મળશે. આ ટીવીની મદદથી તમે IOT ડિવાઈસિસ જેવા લાઈટ્સ, AC અથવા અન્ય ડિવાઈસ કન્ટ્રોલ કરી શકાય છે.

_ ટીવીમાં 64 ફિટ ક્વૉડ કોર પ્રોસેસર સાથે 2GB રેમ અને 16GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.