મુડેઠા પંથકમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયાં…!

મુડેઠા પંથકમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયાં…!

ખેતરમાં પાણી ભરાતા તળાવ જેવા ખેતરો બની ગયા

વાવણી કરેલ પાકમાં પાણી ફરી વળતાં ચોમાસું પાકમાં ખેડૂતોને નુકશાન 

ડીસા તાલુકામાં મેઘરાજાએ ત્રીજો રાઉન્ડ લેતા. વહેલી પરોઢે શરૂ થતાં ભારે વરસાદના કારણે ડીસા તાલુકાના મુડેઠા ગ્રામીણ પંથકમાં ખેતરો તળાવ જેવા બની ગયા છે. જેમાં ખેડૂતોએ ચોમાસું વાવેતર કરતાં, વાવણી કરેલ ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો આ વખતે નિરાશ માં છે. બે બે વખત વાવણી કરેલ હોવા છતાં ખેડૂતોને વરસાદી પાણીના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ચોમાસું પાક ઉભી શક્તો નથી. ખેડૂતો વારંવાર કુદરત સામે લાચાર બન્યા છે. જેમાં મુડેઠા ગ્રામીણ પંથકમાં વહેલી પરોઢે શરૂ થયેલા વરસાદના કારણે ખેતરોને તળાવ જેવા બની ગયા. ખેડૂતોને વારંવાર અનેક નુકસાન નો સામનો કરવો પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *