શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દેશભરમાંથી ભોલેના ભક્તો હરિદ્વારથી ગંગાજળ લઈને પોતપોતાના શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ વખતે કાંવડ યાત્રામાં અનેક રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક સનાતન સંસ્કૃતિની ઝલક જોવા મળે છે તો ક્યાંક દેશભક્તિનો ભાવ દેખાઈ રહ્યો છે.હરિદ્વારથી નીકળેલી એક ખાસ કાંવડ યાત્રા આ દિવસોમાં ચર્ચામાં છે. સહારનપુરના ‘સાંબ સદાશિવ ગ્રુપ’ની 25 લોકોની ટીમે 101 ફૂટનો વિશાળ ત્રિરંગો લઈને હરિદ્વારથી કાંવડ યાત્રા શરૂ કરી છે. આ ‘તિરંગા કાંવડ’ તાજેતરના પહલગામ હુમલામાં શહીદ થયેલા લોકોને સમર્પિત કરવામાં આવી છે.
દેશભક્તિ અને સેનાને સમર્પિત યાત્રા:કાંવડિયા રવિએ જણાવ્યું કે આ તેમની પહેલી કાંવડ યાત્રા છે અને તે સંપૂર્ણપણે દેશભક્તિને સમર્પિત છે. તેમણે કહ્યું કે “પહેલા પુલવામા એટેક થયો અને પછી તાજેતરમાં પહલગામમાં નિર્દોષોના જીવ ગયા. આ કાંવડ યાત્રા આપણા સૈનિકોને સમર્પિત છે.” તેમણે યુવાનોને અપીલ કરી કે “સૌ પ્રથમ દેશ અને ત્રિરંગાને સન્માન આપો, નશાથી દૂર રહો અને સમાજ સાથે જોડાઓ.”
ઉત્તર પ્રદેશના રહેવાસી સુનીલ કુમારે જણાવ્યું કે આ યાત્રાનો ઉદ્દેશ્ય દેશ અને હિન્દુ ધર્મ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ ફેલાવવાનો છે. તેઓ કહે છે કે “કેટલાક લોકો કાંવડ યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અસલી કાંવડિયા પ્રેમથી ચાલે છે.” તેમણે વધુમાં જણાવ્યું કે યાત્રામાં કેટલો ખર્ચ થયો તે તો ભગવાન મહાદેવ જ જાણે છે, પરંતુ “બધાએ મળીને તેને પૂરી કરી અને ભોલે બાબાએ આશીર્વાદ આપ્યા.”

