સ્થાનિકો વિડિયો બનાવી વાયરલ કરી રહ્યા છે છતાં વહીવટીતંત્રના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં
બનાસ નદીમાં પડેલા મોટા ખાડાઓ દર ચોમાસા દરમિયાન અનેક લોકોનો ભોગ લેવાય છે; ડીસા પંથકમાં બનાસ નદીમાંથી છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે મોટાપાયે રેતીની ચોરી થતી હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે રેતી માફીયાઓને જાણે કાયદાનો ડર ન હોય તેમ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના આશીર્વાદથી રોજબરોજ ઓવરલોડ રેતી ભરીને દોડતાં વાહનો નજરે પડી રહ્યા છે. સાંજે 6 વાગ્યા બાદ બનાસ નદીમાંથી રેતી ભરીને વાહનો રોડ પર દોડતાં નજરે પડી રહ્યા છે.
ત્યારે ગામના રોડ પરથી રેતી ભરીને દોડતાં વાહનોથી કંટાળી ગયા છે અને રોજબરોજ વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે હવે સ્થાનિકો સોશિયલ મીડિયામાં વિડિયો બનાવીને વાયરલ કરી છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રેતી ભરીને દોડતાં વાહનચાલકો પાસેથી રોયલ્ટી પાવતી નથી અને સમયે પહેલા એડવાન્સમા રોયલ્ટી પાવટી નીકાળી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અંદાજ લગાવી શકાય કે ડીસા તાલુકાના કુપટ ગામે લિઝ ધારકો કેટલી લાલિયાવાડી ચલાવી રહ્યા છે. અને કેટલી રોયલ્ટી ભર્યા વિના રેતીની ચોરી કરી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ટાર્ગેટ પૂરો કરવા માટે એક બે કેસ કરીને સરકારમાં કામગીરી બતાવી રહ્યા છે.
પરંતુ ડીસા બનાસ નદીમાંથી રેતી કૌભાંડ ચાલી રહ્યું છે જેને બંઘ કરાવા માટે કોઈ રસ નથી જ્યારે નાયબ કલેકટર ડીસા મામલતદાર સ્થાનિક પોલીસની નજર સામે રેતી કૌભાંડ ચાલી રહ્યું છે અને સરકારની તિજોરીને મોટું નુક્સાન પહોંચી રહ્યું છે છતાં વહીવટીતંત્રના અધિકારીઓને રેતી કૌભાંડ અટકાવવા માટે આગળ નથી આવતું જેને લઇને હપ્તારાજની પણ આશંકા વર્તાઈ રહી છે.
બનાસ નદી માં રેત માફિયા નિરંકુશ; બનાસ નદીમાં લિઝધારકોએ નદીના પટમાં આડેધડ જેસીબી વડે ઊંડી જીવલેણ કોતરો બનાવી દીધી છે. જે કોતરમાં ચોમાસામાં બનાસ નદી સજીવન થતા અનેક લોકોનો ભોગ લીધો હતો ત્યારે ફરી એકવાર બનાસ નદી સજીવન થાય તો અનેક લોકો આ ખાડાઓમાં ભોગ બની શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે લિઝ ધારકો રેત ખનન કરી કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે. વહીવટી તંત્ર નિયમિત ચેકિંગ હાથ ધરે તો અનેક ગાડીઓ બિનદાયદેસર રેતી ભરાઈ જતી હાથ લાગી શકે છે.

