બનાસકાંઠાની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ 41 મુદ્દાઓને પગલે વિરોધ પ્રદર્શન કરાયું

બનાસકાંઠાની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ 41 મુદ્દાઓને પગલે વિરોધ પ્રદર્શન કરાયું

તા.15-07-2025 ના રોજ ભારતીય પોસ્ટલ યુનિયનના આહવાનના પગલે બનાસકાંઠાની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ 41 મુદ્દાઓને પગલે વિરોધ પ્રદર્શન હેઠળ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા તેમજ અન્ય તમામ ઓફિસના કર્મચારીઓ જોડાયા હતા.

ગ્રુપ સી ના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ તેમજ પોસ્ટમેન mts ના સેક્રેટરી નીરવભાઈ જોષીના જણાવ્યા મુજબ આજે ભારતીય પોસ્ટલ ફેડરેશન દ્વારા બ્લેક બેલ્ટ પ્રોટેસ્ટનો કાર્યક્રમ સમગ્ર દેશમાંઆજે યોજાઈ રહ્યો છે. જેમાં તમામ સ્ટાફ આજે કાળી પટ્ટી બાંધીને કામ કરશે. જેનો હેતુ કર્મચારી હિતની વિવિધ માંગણીઓ છે. જો માંગણીનો સ્વીકાર નહીં થાય તો આગામી કાર્યકમમાં તારીખ 22-07-2025 ના રોજ ડિવિઝન ઓફિસની બહાર ધરણાં કાર્યકમ રાખવામાં આવશે. બ્લેક બેલ્ટ પ્રોટ્સ્ટને સમગ્ર દેશ તેમજ ખાસ બનાસકાંઠા ડિવિઝનના સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને તમામ કર્મચારી જોડાયા હતા.

 

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *