Rakhewal | 10-12-2020 Headlines

https://youtu.be/aWyBuUaIUSI
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_dailyડીસાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા યુવક ઉપર જૂની અદાવતમાં હુમલો, સમૌના ચાર ઈસમ સામે ગુનો દાખલ.

ડીસાની મોઢેશ્વરી સોસાયટી પાસે મુખ્ય રસ્તો બંધ કરી દેવાતાં વાહન ચાલકો પરેશાન, વર્ષો જુના રસ્તા પર સ્થાનિક રહીશો દ્વારા રસ્તા પર જ પાઇપો નાખી.

હિંમતનગર- શામળાજી હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થતાં અરેરાટી.

ડીસા દક્ષિણ પોલીસ દ્વારા શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે ત્રણ દિવસની ઝુંબેશ હાથ ધરી ૪૮ હજારનો દંડ વસુલ કરાયો.

હવે ખનીજની ચોરી પર સરકાર ડિજિટલ પ્લેટફોર્મથી નજર રાખશે, રાજ્ય સરકાર ખનીજ ચોરી અટકાવવા વાહનોનું જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ કરશે, ૩ લાખ જેટલા ખાનગી વાહનોમાં સિસ્ટમ મુકવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલો, ૧૨ જાન્યુઆરીએ ચૂંટણી આયોગની રીવ્યુ બેઠક બાદ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે, ફેબ્રુઆરીના અંત કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાની તૈયારી.

૧૨ ડિસે. થી ૧૪ ડિસે. સુધી ગુજરાત હાઇકોર્ટ રહેશે બંધ, કોરોના સંક્રમણના થતા વધારાને જોતા લેવાયો ર્નિણય.

આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે મતદારયાદીના આધારે ડોર ટુ ડોર સરવે શરૂ, 50 વર્ષથી વધુ વયનાને બીજા રાઉન્ડમાં વેક્સિન અપાશે.

મોદીના મતવિસ્તાર વારાણસીથી વતન ગુજરાતના કેવડિયા સુધી ખાસ ટ્રેન દોડાવાશે, મુંબઈ અને મધ્યપ્રદેશથી કેવડિયાની ટ્રેન શરૂ થશે.

આવતી કાલે ગુજરાતમાં કોવિડ સિવાયની સારવાર બંધ, 30 હજારથી વધુ ડોક્ટરોની હડતાલ.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ : ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તા ભીંજાયા, ગારીયાધાર, તળાજા અને મહુવામાં વરસાદી છાંટા પડ્યા, જીરૂ, ચણા, ઘઉં અને કપાસના પાકને નુકસાન જવાની ભીતિ.

મોદીએ નવા સંસદભવનનું ભૂમિપૂજન કર્યું, કહ્યું: આચાર-વિચાર-વ્યવહારથી નવા સંસદભવનની પ્રાણપ્રતિષ્ઠા કરાશે.

રાજસ્થાનમાં તાપમાન 32.5 ડીગ્રી, ડિસેમ્બરમાં ગરમીનો 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; હિમાચલમાં બરફવર્ષા.

સ્કૂલ-બેગ પોલિસી 2020 : બીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને નહીં આપવામાં આવે હોમવર્ક, સેકન્ડરી અને હાયર સેકન્ડરી ધોરણમાં અપાશે દરરોજ 2 કલાકનું હોમવર્ક.

બ્રાઝિલમાં ઓગસ્ટ બાદ એક જ દિવસમાં સૌથી વધુ 53 હજાર કેસ, ઇઝરાઈલમાં 27 ડિસેમ્બરથી વેક્સિનેશન.

ફાઈઝર વેક્સિન લીધા પછી રિએક્શનના બે કેસ આવતા બ્રિટને લોકોને ચેતવ્યા, કહ્યું- ગંભીર એલર્જી હોય તો વેક્સિન લેવાનું ટાળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.