સિદ્ધપુર નર્સીગ કોલેજ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુર નર્સીગ કોલેજ ખાતે સિવિલ ડિફેન્સ તાલીમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સિધ્ધપુર નર્સિંગ કોલેજ ખાતે શનિવારે સિવિલ ડિફેન્સની તાલીમનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિધ્ધપુર તાલુકામાંથી આશરે ૯૦૦ સ્વયં સેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમ પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય ઠાકોરની અધ્યક્ષતામાં અને સિધ્ધપુર મામલતદાર ની રાહબરી હેઠળ યોજાયો હતો.આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો તેમજ સિધ્ધપુર હોમગાર્ડ યુનિટદળના સભ્યોએ ઉત્તમ આયોજન કરી સફળતા પૂર્વક કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

તાલીમ દરમિયાન સ્વયંસેવકોને આપત્તિનિવારણ,પ્રાથમિક સારવાર અને સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ સમાજને સુરક્ષિત અને સજ્જ બનાવવાનો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી સ્થાનિક સમુદાયમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *