Rakhewal | 08-12-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસકાંઠા જિલ્લામાં ભારત બંધની નહીવત અસર, ઠેરઠેર કોંગ્રેસ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત.
ધાનેરાના લેલાવા નજીક ડાલાની ટકકરથી બાઇક ચાલકનું મોત.
બાલારામ બ્રીજ ઉપર ટ્રાવેલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ૧૦ લોકો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા.
ડીસા ગાયત્રીનગર સોસાયટીમાં નવા રોડની કામગીરી દરમિયાન શૌચ કુવાની કુંડીઓ તોડી પડાતા સ્થાનિકોએ હંગામો મચાવ્યો.
લાખણીના દેતાલ ગામના આધેડે માનસિક બિમારીથી કંટાળી માલગાડી નીચે પડતું મૂકીને જીવન ટુંકાવ્યું.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનાં ધજાગરા, ડીસા માર્કેટયાર્ડમાં ઠેર ઠેર રઝળતી દારૂની ખાલી બોટલો મળી.
૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકો આક્રમક લડત આપશે, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કરી જાહેરાત.
કોંગ્રેસના કાર્યકરોએ એસટી બસોની હવા કાઢી ચક્કાજામ કર્યો, બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદ સુધી આગચંપી અને અટકાયતો.
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ, કોરોનાનો કહેર અને ભારત બંધ વચ્ચે લગ્નો યોજાયાં, જરૂરી વસ્તુઓની ખરીદીથી લઈ ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલી, મહેમાનો અટવાયા.
અમરેલીમાં ધાનાણીની અને રાજકોટમાં કોંગી કાર્યકરો એકઠા થતાં ગાયત્રીબા સહિતના કાર્યકરોની અટકાયત, અમરેલી-ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
ભારત બંધ અમદાવાદમાં બેઅસર, નારણપુરામાં ગાંધીગીરી, નેતાઓ નજરકેદ, દરિયાપુરમાં વિરોધ કરનારની અટકાયત.
ખેડૂત આંદોલનનો 13મો દિવસ : સરકાર સાથે છઠ્ઠા રાઉન્ડની ચર્ચા પહેલા હરિયાણાના ખેડૂતોમાં વિભાજન, 1.20 લાખ ખેડૂતોએ સરકારનું સમર્થન કર્યું.
દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલને નજરકેદ કર્યા, ‘આપ’નો ગૃહ મંત્રાલય પર આરોપ.
સરકારે ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની વેક્સિનની રિવ્યૂ પ્રક્રિયા ઝડપી બનાવી,માંગી ચુક્યા છે બન્ને ઈમર્જન્સી મંજૂરી.
સીરમની વેક્સિન સૌથી સસ્તી હશે, સરકારને એક ડોઝ રૂ. 250 માં આપવાની તૈયારી.
ઇંગ્લેન્ડમાં આજથી કોરોના વેક્સિન, કાર્ડ પણ મળશે, ન્યૂયોર્કમાં પ્રાઈમરી સ્કૂલ ફરીથી ખોલવામાં આવી; બાંગ્લાદેશના એજ્યુકેશન મિનિસ્ટરનો રિપોર્ટ પોઝિટિવ.