યમુના એક્સપ્રેસ પર ગાઢ ધુમ્મસના કારણે ધડાધડ 20 વાહનો અથડાયા, 3ના કરૂણ મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસમાં 15થી 20 વાહનોની અથડામણ થઈ હતી. એ આૃથડામણોમાં કુલ ત્રણનાં મોત થયા હતા. લગભગ ડઝનેક લોકો ઘાયલ થયા હતા. પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઝીરોએ પહોંચી જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

અકસ્માતનમાં અનેક લોકો ઘાયલ

યમુના એક્સપ્રેસ હાઈવેમાં ધુમ્મસના કારણે સંખ્યાબંધ વાહનોની અથડામણ થઈ હતી. 15થી 20 વાહનો એકબીજા સાથે અકસ્માતે અથડાયા હતા. આ અકસ્માતોમાં કુલ ત્રણ લોકોએ જીવ ખોયો હતો. ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. વાહનોમાં પણ નુકસાન થયું હતું. એક્સપ્રેસ વે પરથી પસાર થયેલા લોકોએ તો 40 વાહનોની આૃથડામણ થઈ હોવાનો દાવો કર્યો હતો.

દિલ્હીમાં વધતુ જઇ રહ્યું છે હવાનું પ્રદૂષણ

પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટી ઝીરો થઈ હોવાનું હવામાન વિભાગે કહ્યું હતું. તેના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. નજર સામે દૃશ્ય સ્પષ્ટ દેખાતું ન હોવાથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ હજુ પણ ખૂબ જ ખરાબની કેટેગરીમાં રહ્યું હતું. હવા પ્રદૂષણમાં ખાસ સુધારો નોંધાયો ન હતો.

બીજી તરફ હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આગામી ત્રણેક દિવસમાં બરફવર્ષા સાથે વરસાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. તે ઉપરાંત આખાય ઉત્તર ભારતમાં આગામી ત્રણ-ચાર દિવસમાં ઠંડીનું મોજું ફરી વળે એવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.