પાટણમાં સવારથી ધમીધારે વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણમાં સવારથી ધમીધારે વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેરમાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. શહેરમાં સવારથી મેઘરાજાની આવનજાવન વચ્ચે ધૂપ-છાંવનો માહોલ રહ્યો છે. દિવસ દરમિયાન અવારનવાર હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ધીમી ગતિના ઝરમર વરસાદથી ચોમાસાનો માહોલ સર્જાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. વરસાદી માહોલના કારણે શહેરના બજારો અને માર્ગો પર લોકોની અવરજવર હળવી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *