શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો સિલસિલો જારી સેન્સેકસ 3પ0 પોઇન્ટ ઉંચકાયો મીડકેપ લાઇટમાં

Business
Business

મુંબઇ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો હતો. હેવીવેઇટ સહિત તમામ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેકસ વધુ 3પ0 પોઇન્ટ ઉંચકયો હતો. શેરબજારમાં આજે માનસ સુધારાનું બની રહ્યું હતું. વિશ્ર્વબજારોની તેજી, વિદેશી નાણા સંસ્થાઓની જંગી લેવાલી જેવા કારણો તેજીને ટેકારૂપ બની રહ્યા હતા. ગમે ત્યારે કોરોનાની વેકસીન આવી જવાના તથા નવ-નવ માસથી ધ્રુજાવી રહેલી મહામારી સુધી વિદેશી સંસ્થાઓ સક્રિય રહેતી હોય છે એટલે જ્યાં સુધી તેજીને આડે કોઇ વિઘ્ન આવવાની શકયતા નથી.

શેરબજારમાં આજે મોટા ભાગના હેવીવેઇટ શેરો લાઇટમાં હતા ઇન્ડુસઇન્ડ બેંક, અદાણી પોર્ટ, હિન્દી લીવર, સ્ટેટ બેંક, ટાટા કેમીકલ્સ, યસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, પંજાબ નેશનલ બેન્ક, જયપ્રકાશ એસોસીએટસ, મેકડોવેલ, ઇન્ફોસીસ, લાર્સન, રીલાયન્સ, ભારતી એરટેલ, એચડીએફસી વગેરે ઉંચકાયા હતા. જેએસડબલ્યુ સ્ટીલ, નેસલે, કોટક બેંક, ટીસ્કો, એચડીએફસી બેંક વગેરેમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ 3પ6 પોઇન્ટના ઉછાળાથી 4પ43પ હતો. જે ઉંચામાં 4પ438 તથા નીચામાં 45024 હતો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફટી 1પ0 પોઇન્ટના ઉછાળાથી 133પ8 હતો જે ઉંચામાં 13360 તથા નીચામાં 13ર41 હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.