અભૂતપૂર્વ સેવાકીય કામગીરી થકી અનેકજનોના જીવનને રાહબર બનતું થરાનું દિવ્ય જલારામ મંદિર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

પરમકૃપાળુ પરમાત્માની આ જગત ઉપર અપરંપાર કૃપા છે.પૂજ્ય જલારામ બાપાના ભકતો ગુજરાત, દેશ, વિદેશમાં અનેક છે. ગાંધીનગર, ડીસા, મહેસાણા, આબુરોડ, હારીજ, પાલનપુર, ધાનેરા, ભાભર,પાટણ,દિયોદર, ભીલડી, કડી, હિંમતનગર, વિસનગર સહિત અનેક સ્થળોએ પૂજ્ય જલારામ બાપાને કેન્દ્રમાં રાખીને અનેક સત્કાર્યો થઈ રહેલ છે. થરા એ કાંકરેજ તાલુકાનું હૃદય છે. થરામાં રઘુવંશી લોહાણા સમાજની સાથે સાથે સમસ્ત હિંદુ સનાતન વૈષ્ણવ સમાજ પણ પૂજ્ય જલારામ બાપામાં અપરંપાર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. ગત વર્ષે ફાગણ સુદ-૧ થી ફાગણ સુદ-૩ એમ ત્રણ દિવસ માટે ખુબ જ ધામધૂમપૂર્વક પૂજ્ય જલારામ મંદિર થરાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અસંખ્ય માનવમેદની અને વિશિષ્ઠ સંતોની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રતિષ્ઠા મહોત્સવ ચિરસ્મરણીય બનેલ છે. થરા જલારામ મંદિર ખાતે ટીફીન સેવા, સુવાવડી બહેનો માટે પૌષ્ટિક આહાર, પક્ષીઓને ચણ, દર પૂનમે ભોજન પ્રસાદ સહિતની અનેકવિધ સેવાઓ ચાલુ છે.

થરા જલારામ સત્સંગ મંડળ દ્વારા છેલ્લા ર૭૦ ગુરૂવારથી પૂજય જલારામ બાપાનાં ભજન નિરંંતર ચાલે છે.તાજેતરમાં તા.ર૬-ર-ર૦ર૦ ફાગણ સુદ-૩ બુધવારે જલારામ મંદિર થરાનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. આ દિવસે પણ અંદાજે પાંચ હજાર જલારામ પ્રેમી ભાઈ/બહેનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.તમામ દેવીદેવતાઓને વાઘા-શણગાર, મહાઆરતી, યજ્ઞવિધિ,ધ્વજાજી ચડાવવાની વિધિ, શ્રીફળ હોમવાની વિધિ, શોભાયાત્રા તેમજ સવારથી સાંજ સુધી આનંદ ગરબા મંડળ, થરાની બહેનોએ સતત આનંદના ગરબા કરી સમગ્ર વાતાવરણને પૂર્ણ આધ્યાત્મિક બનાવ્યું હતું. જલારામ પરિવાર થરાના સેવકો અચરતભાઈ ઠક્કર, વિજયભાઈ ટેસ્ટીવાળા, અરવિંદભાઈ લાટીવાળા, વિનોદભાઈ ગોકલાણી, નિરંજનભાઈ એ. ઠક્કર, કનુભાઈ બી. આચાર્ય, તરૂણભાઈ વી.ઠક્કર, ચીમનલાલ એમ.ઠક્કર, ચંપકભાઈ ઠક્કર, શાંતિભાઈ તેરવાડાવાળા, કિશોરભાઈ ડેપોવાળા, ચીમનલાલ તન્ના,પ્રહલાદભાઈ ઉણવાળા, દિપકભાઈ અંબુજાવાળા, પ્રહલાદભાઈ આચાર્ય, જયંતિભાઈ ગોતરકા વાળા, જે.બી.ઠક્કર, રાજુભાઈ પટેલ, ધીરૂભાઈ ઠક્કર, હર્ષદભાઈ એ.ઠકકર,મનોજકુમાર દેવજીભાઈ ઠક્કર, ડી.આઈ.ઠક્કર, ભગવાનભાઈ બંધુ સહિતના તમામ સેવકોએ પાટોત્સવ મહોત્સવને અતિ સફળ બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.યજ્ઞવિધિનો લાભ ઠક્કર ચંદ્રિકાબેન ગંગારામભાઈ પરિવારે લીધો હતો. પૂજ્ય જલારામ બાપાની ધ્વજાજી વાજતે ગાજતે ચડાવવા માટે જે.ટી.અખાણી સાહેબ (આઈ. એ.એસ.) પરિવાર, પૂજય દરિયાલાલદાદાની ધ્વજાજી વાજતેગાજતે ચડાવવા માટે વઢિયાર લોહાણા મહાજનના પ્રમુખ સુરેશભાઈ ગણપતલાલ ઠક્કર લોલાડાવાળા (અમદાવાદ), પૂજ્ય રામદરબારની ધ્વજાજી વાજતેગાજતે ચડાવવા માટે એક જલારામ ભકત પરિવાર-થરા અને પૂજ્ય ગોગા મહારાજની ધ્વજાજી વાજતેગાજતે ચડાવવા માટે શીવાભાઈ રામચંદભાઈ પંચાલ પરિવાર થરાએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી.ભગવાન સૌને જરૂરીયાત કરતાં વધારે આપે છે પણ વાપરવાની કે સત્કાર્યોમાં ઉપયોગ કરવાની સદબુધ્ધિ મર્યાદિત માણસોમાં જ હોય છે.એક જલારામ ભકતે રામભરોસે રૂપિયા એક લાખ મંદિરના સેવક અચરતભાઈ ઠક્કરને સેવા માટે અર્પણ કરી પોતાની જાતને ભાગ્યશાળી સમજી હતી. મહાભોજન પ્રસાદના દાતા તરીકે હિતેશભાઈ એસ.ત્રિવેદી, રાજેશભાઈ શર્મા (વિમલવાળા), ભરતભાઈ (જયભોલે), કીર્તિભાઈ બેપાદરવાળા, વિજયભાઈ પન્નાલાલ ઠક્કર, સુશ્રી રક્ષાબેન ભાઈલાલભાઈ ઠક્કર, લીલાધરભાઈ ડી.આચાર્ય ડીસા,લીલાધરભાઈ કે.ઉદેચા ડીસા, તેજાભાઈ પટેલ (માંડલા), ડૉ.વિસાભાઈ સુથાર, હાર્દિકભાઈ એ. ઠક્કર સહિતના સ્નેહીઓએ સહયોગ આપ્યો હતો. આનંદના ગરબાના યજમાન તરીકે કેશવલાલ મોહનલાલ પટેલ પરિવાર વિસનગરવાળાએ લાભ લીધો હતો. તમામ દેવી- દેવતાઓને વાઘા,શણગાર માટે ઠક્કર શંકરલાલ જેસુંગભાઈ પરિવાર વડા જયારે વિવિધ એકમોના યજમાન તરીકે કાંતીલાલ શંકરલાલ ઠક્કર, કીર્તીભાઈ એસ.કાનાબાર પરિવાર, પંકજભાઈ એચ.ઠક્કર, મુકેશભાઈ જે.ઠક્કર (વારાહી) તરૂણભાઈ વિઠ્ઠલદાસ ઠક્કર, પાટણ સહિતના પરિવારોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આર્થિક યોગદાન આપ્યંુ હતું.સૌ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા.

થરાથી વડા જતાં રસ્તામાં પાલનપુર હાઈવે ઉપર આવેલ થરા જલારામ મંદિર પૂજય સદારામ બાપુના આશીર્વાદથી આજે તો મહાતીર્થ બની ગયેલ છે. સુંદર મજાનો બાગ બગીચો અનેક લોકોનું ધ્યાન ખેંચે છે. દર ગુરૂવારે થરા જલારામ મંદિરે મેળો ભરાય છે અને સેંકડો લોકો પગપાળા ચાલતા આવી દર્શનનો લાભ લે છે. સમગ્ર યજ્ઞવિધિ અધગામવાળા રમેશભાઈ જાેશીએ કરાવી સૌને આશીર્વાદ આપ્યા હતા. થરા નગરનું ગૌરવ કહી શકાય તેવાં પરમ વંદનીય સંત પૂજ્ય મમતામૈયાજીની હાજરી અને તેમના પ્રેરણાદાયી આશીર્વચન પ્રવચનથી સૌએ રાજીપો અને સંતોષ વ્યકત કર્યો હતો. કોઈપણ સત્કાર્યમાં કેટલાક વ્યક્તિઓનું સમર્પણ હોય છે. થરા જલારામ મંદિરના નિર્માણ, પ્રતિષ્ઠા અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે હજારો લક્ષ્મીપુત્રોનો સાથ સહકાર મળ્યો છે.ટ્રસ્ટીઓ અને સેવકોની અતિશય મહેનત છે પણ આ બધામાં પૂર્ણ સમર્પણથી કાર્ય કરતા અચરતભાઈ ઠક્કરની સેવાને સૌ કોઈ વંદન કરી અભિનંદન આપે છે. મંદિરના લાભશંકર જાેષી (પૂજારીજી) પણ સેવાભાવી છે. જલારામ મંદિર થરાના સેવકો ઈશાજી ઠાકોર, રામજીબા, તળજાભાઈ દેસાઈ, મુકતાબેન વાલપુરાવાળા,ભરતભાઈ રંગવાણી, ગોપાલ ઠક્કર, બંસી ઠક્કર, ઋત્વિક ઠક્કર, કિશન ઠક્કર, જીતુ ઠક્કર પણ અભિનંદનને પાત્ર છે. પરમકૃપાળુ પરમાત્મા કોઈને કોઈ વ્યક્તિને નિમિત બનાવીને સત્કાર્યોને આગળ ધપાવે છે.કાંકરેજ તાલુકાના જાહેર જીવનના તમામ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ,નગરપાલિકા, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત સહિત સૌનો પણ અકલ્પનીય સાથ સહકાર મળે છે. પૂજ્ય ભીખાભાઈ જગજીવનભાઈ કોટક, પૂજ્ય જયંતભાઈ વખતરામભાઈ ઠક્કર અને પૂજય ફરશુભાઈ મણીલાલ અખાણી જેવા મુરબ્બીઓના આજીવન આશીર્વાદ પણ સાથે જ છે. અનેક સંતો, મહંતો આ જગ્યામાં તેમનાં પાવન પગલાં કરીને આશીર્વાદ આપી ચૂકયા છે. પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજની ભાગવત કથાથી પણ જબરજસ્ત સહકાર સાંપડયો હતો. સમસ્ત વૈષ્ણવ સનાતન હિંદુ સમાજના સૌ ભાઈ-બહેનો જલારામ બાપા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખતા હોઈ અનેકજનોની બાધાને પણ સફળતા મળી છે.આદરણીય અમીરામભાઈ જાેષીના સાથ સહકારથી નવીન પક્ષીઘર પણ બની રહેલ છે. થરા જલારામ મંદિર સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે ત્યારે સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ભાવિકોએ દર્શન કરી જીવનની ધન્યતા અનુભવવા જેવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.