વરસાદી માહોલ વચ્ચે બફારા અને ઉકળાટથી પ્રજાજનો તોબા પોકારી ઊઠયા
ગુજરાત રાજ્ય પર વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અનેક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે પાલનપુર વડગામ સહિત ના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જોકે જિલ્લાના અન્ય વિસ્તારોમાં માત્ર સામાન્ય છાપટા પડ્યા હતા જેના કારણે વરસાદી માહોલ વચ્ચે પણ ભારે બફારો અને ઉકલાટ વધતા પ્રજાજનો તોબા પોકારી ઊઠ્યા છે જિલ્લાના પૂર્વ ભાગોમાં વરસાદ નું પ્રમાણ વધારે રહ્યું છે જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ સુધી સામાન્ય વરસાદ થયો છે જેના કારણે વાતાવરણમાં પણ હજુ સુધી ઠંડક પ્રસરી નથી જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અથવા ગામની બે ત્રણ દિવસમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર ની આશા બંધાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં વરસાદની હાથ તાળીથી ખેડૂત વર્ગમાં પણ ચિંતા
બનાસકાંઠા જિલ્લો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે ત્યારે મેઘરાજાનો ઇન્તજાર સૌથી વધુ હોય છે પરંતુ મેઘરાજા પણ હાથ તાળી આપતા હોય તેમ લાગી રહ્યું છે એકાદ બે.સેન્ટરમાં સામાન્ય વરસાદ બાદ મેઘરાજા પણ વિરામ લઈ રહ્યા છે ગુરુવાર ની વહેલી સવારે પણ ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું પરંતુ પાલનપુર વડગામ અને દાંતીવાડા જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ વચ્ચે આકાશી વીજળી પડતા નુકસાન થયાના અહેવાલો
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો હતો જેમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જેની વચ્ચે આકાશ વીજળી પડતા પણ જિલ્લામાં કેટલા સ્થળોએ નુકસાન થયાના પણ અહેવાલો મળી ગયા છે.
આર્દ્રા નક્ષત્રો વધુ વરસાદ થાય તો ખૂબ જ ઉપયોગી
આ અંગે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 21 જૂનથી આદ્રા નક્ષત્રો શરૂ થયા છે જેમાં જો આદરાનો નક્ષત્રમાં સારો વરસાદ થાય તો ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે એવું કહેવાય છે કે જો વર્ષ આદરા તો બારેમાસ પાદરા જેથી આ નક્ષત્રમાં વરસાદ વરસે તેવું ખેડૂતો પણ ઉછી રહ્યા છે.



