રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૯૬ સામે ૮૨૫૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૯૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૦૫૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૯૩ સામે ૨૫૧૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૩૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૭૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈરાન અને ઇઝરાયલે યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી હોય તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા બાદ તેમજ સ્થાનિક સ્તરે ચોમાસુ સામાન્ય રહેતાં વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી અંદાજ વધારવામાં આવતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું.
ઈરાન-ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની સહમતિનો ટ્રમ્પનો દાવો, ક્રૂડના ભાવોમાં ૭.૨%નો ઘટાડો, એસએન્ડપી ગ્લોબલે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૨૦૨૫-૨૬ માટે વધારી ૬.૫% કર્યો તેમજ એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર અને ફેડ દ્વારા વ્યાજના દરો જુલાઈમાં ઘટવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં ગઈકાલના ઘટાડા બાદ નીચા મથાળેથી ફંડોની લેવાલી નોંધાતા રીકવરી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ ચીફ પોવેલ દ્વારા સેનેટ અને હાઉસ સમક્ષ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેતો સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, ટેક અને ફોકસ્ડ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૯ અને વધનારની સંખ્યા ૨૬૬૨ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અદાણી પોર્ટ ૨.૫૮%, ટાટા સ્ટીલ ૧.૫૪%, કોટક બેન્ક ૧.૪૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૬%, બજાજ ફાઈનાન્સ ૦.૮૨%, ટાઇટન કંપની લિ. ૦.૭૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૫%, એચડીએફસી બેન્ક ૦.૬૫% અને લાર્સન લિ. ૦.૫૯ વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૨%, ટ્રેન્ટ લિ. ૦.૯૭%, એનટીપીસી લિ. ૦.૯૩%, મારુતિ સુઝુકી ૦.૭૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૯%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૦.૫૬%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૪૩% અને ટેક મહિન્દ્રા ૦.૨૮% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી અમેરિકન ડોલર સામે ૧.૨૯% નબળો પડયા બાદ પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની શક્યતાએ રૂપિયો વધુ ઘટવાની ધારણા છે. એક સર્વે મુજબ જુલાઈ માસના અંત સુધીમાં રૂપિયો ઘટીને ૮૭ પ્રતિ ડોલર થશે. પરંતુ સપ્ટેમ્બરના અંત સુધીમાં રૂપિયો ફરી એકવાર તેની સ્થિતિ મજબૂત કરશે તેવી અપેક્ષા છે. ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ખાસ જોખમ છે.
પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો રૂપિયા પર ફરીથી દબાણ લાવી શકે છે અને તે અન્ય એશિયન ચલણો સામે વધુ નબળો પડી શકે છે. ડોલરમાં તાજેતરમાં નબળાઈ હોવા છતાં, અન્ય ઉભરતા બજાર ચલણો સામે રૂપિયાએ સારું પ્રદર્શન કર્યું નથી. ભૂ-રાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્ડ ૯૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર જાય છે, તો રૂપિયા પર દબાણ વધી શકે છે અને તેનો દેખાવ વધુ બગડી શકે છે. તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૭૫ ડોલર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂન માસમાં અત્યાર સુધીમાં રૂપિયામાં ૧.૧૭%નો ઘટાડો જોવા મળ્યો છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


