બનાસકાંઠા પેન્શનર્સએ જતાવ્યો વિરોધ; પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા પેન્શનર્સએ જતાવ્યો વિરોધ; પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિરોધ જતાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ  મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત થઇ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને આઠમા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું બંધ કરવાની વિરુદ્ધ પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે.

પેન્શનરોએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાનનું મોંઘવારી ભથ્થું હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. તેમણે માંગ કરી છે કે તમામ પ્રકારના DA અને પેન્શન સુધારામાં મળતા લાભો અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવે. જિલ્લા પેન્શનર્સ મંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં તેઓએ પેન્શનરોએ તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *