પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતાં ઢોરોની સમસ્યાએ માજા મુકી છે.ત્યારે જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુર શહેરના મંડી બજાર ચોક વિસ્તારમાં એક ગાય હડકાયેલી થતાં લોકોમાં દહેશત ફેલાવી જવા પામી હતી. ગાયે એક રાહદારી વડીલને હડભેટ લેતા તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તો અન્ય લોકોને પણ આ ગાય બચકા ભરવા દોડતી હોવાથી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગાય મામલે વિસ્તારના રહીશોએ સિદ્ધપુર નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ઢોર ડબ્બા ટીમે તાત્કાલિક આ ગાયને પકડી લેવા કમર કસીને ધર્મચકલા સ્થિત જૂની વ્હોરવાડ પાસે ગાયનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હડકાયેલી ગાયને સફળતા પૂર્વક પકડી લેતા નગરજનોએ રાહત અનુભવી હતી. સિદ્ધપુરમાં આગામી દિવસોમાં ગામ ઘણીની રથયાત્રા યોજાવાની છે. ત્યારે શહેરીજનો રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે નગર પાલિકા રખડતાં ઢોર ને ડબ્બે કરવા નકકર કામગીરી હાથ ધરે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.
- June 23, 2025
0
389
Less than a minute
You can share this post!
editor

