પાલનપુરની લક્ષ્મણપુરા પ્રા.શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

પાલનપુરની લક્ષ્મણપુરા પ્રા.શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

રબર ગર્લ અને યોગ ગુરુ યાના પટેલે વિધાર્થીઓને યોગના પાઠ ભણાવ્યા

વિશ્વ યોગ દિવસ નિમિતે પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં યોગ કરો અને નિરોગી રહો એ ઉદેશ્યને સાર્થક કરવાના હેતુથી યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા કડવા પાટીદારની દીકરી અને રબર ગર્લથી જાણીતી યોગગુરુ યાના પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને એ આમંત્રણને માન આપી યોગગુરુ યાના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તેમણે લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના બાળકો,યુવાન ભાઈઓ બહેનો તથા હાજર ગામના તમામ વડીલોને પણ યોગનું શું મહત્વ છે. તથા “યોગ કરો અને નિરોગી રહો” તેના ઉદ્દેશ્યને સાર્થક કર્યો હતો. જેના લીધે હાલમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં ખાનગી શાળામાંથી ગામની જ સરકારી શાળામાં પ્રવેશ લીધેલ બાળકો પણ યોગગુરુ યાના પટેલને જોઈ ખુશખુશાલ જોવા મળ્યા હતા.આ યોગ શિબિરની શહીદ વીર ભરતભાઈ સ્મારક ભૂમિ પર લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષક મિત્રો, સરપંચ તથા યુવા મિત્રોના માર્ગદર્શન દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *