પશુઓના આકસ્મિક મોતથી પરિવારની આજીવિકા છીનવાઈ; પાલનપુર તાલુકાના ગોળા ગામે રાત્રી દરમિયાન ભારે વરસાદ વચ્ચે અચાનક આકાશી વીજળી પડતાં એક પશુ પાલકના ચાર દુધાળા પશુના મોત થયા પરિવાર પર આભ તુટી પડવા પામ્યું છે પશુ પાલન કરીને પરીવારનું ગુજરાન ચલાવતા આ પશુપાલકોની આજીવિકા છીનવાઈ જતા તેને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પાલનપુર પંથકમા રાત્રી દરમિયાન ભારે ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં ગોળા ગામે પશુ પાલનનો વ્યવસાય કરતા પશુ પાલક પરથીજી મોતીજી ઠાકોરના ખેતરમાં બાંધેલ ચાર દુધાળી ગાયો પર આકાશી વીજળી પડતાં આ ચાર પશુઓના મોત નીપજ્યા હતા જોકે પશુઓના મોતથી આ પરિવારે બે લાખ ઉપરાંતનું નુકશાન થવાની સાથે આજીવિકા છીનવાઈ જવાનો લઇ પરિવાર કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા છે જેને લઇ આ અસરગ્રસ્ત પશુ પાલકને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવતા તલાટી દ્વારા ઘટનાનું પંચનામુ કરી વેટરનરી તબીબ અને મૃત પશુઓનું પીએમ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

