પાલનપુરની મહિલા સાથે જાતીય માંગણી કરતા ચકચાર

પાલનપુરની મહિલા સાથે જાતીય માંગણી કરતા ચકચાર

કેશરગામના શખ્સે ઓડિયો તેમજ બિભસ્ત વીડિયો મોકલી મહિલાની પજવણી કરી; શરીર સંબંધ બાંધવાના ઇરાદે મહિલા જાતીય માંગણી કરાતા ફરિયાદ; પાલનપુરમાં પોતાના ત્રણ સંતાન સાથે રહેતી એક મહિલાને થરાદ તાલુકાના કેશરગામના એક ઇસમ દ્વારા વોટ્સેપ કોલ કરી તેમજ ઓડિયો ક્લિપ તેમજ બિભસ્ત વીડિયો મૂકીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે જાતીય માંગણી કરવામાં આવતા મહિલાએ આ મામલે પૂર્વ પોલીસ મથકે તેની પજવણી કરતા આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે

સૂઇગામ તાલુકાના એક ગામની મહિલાનો પતિ ધંધાર્થે બહાર રહેતો હોય આ મહિલા તેના ત્રણ બાળકોને ભણાવવા માટે પાલનપુર રહેતી હોય આ મહિલાના મોબાઈલ પર એક વર્ષ અગાઉ અજાણ્યા નંબર થી મેસેજ આવવા લાગ્યા હતા જે શખ્સે પોતાની ઓળખ થરાદ તાલુકાના કેશરગામ નો અરજણ જગમાલભાઇ દેસાઈ રબારી હોવાની આપી હતી આ શખ્સ અવાર નવાર ઓડિયો ક્લિપ તેમજ બિભસ્ત વીડિયો મૂકીને આ મહિલા સાથે શરીર સંબંધ બાંધવાના ઇરાદે જાતીય માંગણી કરી ને પજવણી કરતા આખરે આ મહિલાએ આ રોમિયો થી છુટકારો મેળવવા તેની સામે કાર્યવાહી કરવા પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *