ગુજરાતમાં આમ તો કીર્તિ પટેલ ખુબ જાણીતું નામ છે. ટિક્ટોક સ્ટારથી મેળવેલ ખ્યાતિ બાદ આજે કોઈને કોઈ કેસમાં કીર્તિ પટેલનું નામ સામે આવે છે. સતત વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલના દર થોડા દિવસે કોઈને કોઈ કાંડમાં નામ સામે આવે છે. આજે ફરી એક વખત કીર્તિ પટેલ નું નવું કારસ્તાન સામે આવ્યું છે. અને સુરત પોલીસે તેની અમદાવાદથી ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો; મળતી માહિતી મુજબ, કીર્તિ પટેલ દ્વારા જમીન વિવાદને લઈને બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસને લઈને સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કીર્તિ પટેલ ફરાર હતી. કીર્તિએ બિલ્ડરને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આવી હતી. કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા એક બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. કીર્તિ પટેલની ધરપકડ બાદ આ મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં આવી ગયો છે. હવે તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને તેના કારણે બની શકે કે તેને જેલમાં પણ જવું પડી શકે છે.

