ભારે વરસાદના કારણે ભાવનગર ક્લેક્ટરશ્રી નો મહત્વનો નિર્ણય; આજે (18 જૂન 2025) તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

ભારે વરસાદના કારણે ભાવનગર ક્લેક્ટરશ્રી નો મહત્વનો નિર્ણય; આજે (18 જૂન 2025) તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી





(જી.એન.એસ) તા. 17

ભાવનગર,

છેલ્લા 48 કલાકથી રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે ભાવનગરમાં અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

ભાવનગરના જિલ્લા કલેક્ટકરશ્રી ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે. 






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *