હારીજ તાલુકાના સાંકરા ગામમાં રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. પશુપાલક ધનાજી રતાજી ઠાકોરની બે ગર્ભવતી ભેંસો પર વીજળી પડતાં તેમનું મોત નિપજ્યું. ધનાજી ઠાકોર પશુપાલનના વ્યવસાય દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. શનિવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. આ સમયે વાડામાં બાંધેલી બંને ભેંસો પર વીજળી પડી. વીજળી પડવાથી બંને ભેંસોનું ઘટનાસ્થળે જ મોત થયું.વહેલી સવારે પશુપાલકે આ ઘટનાની જાણ તલાટી કમ મંત્રી, પોલીસ અને પશુ ચિકિત્સકને કરી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું. પશુપાલકે જણાવ્યું કે બંને ભેંસો ગર્ભવતી હતી. તેમણે આ નુકસાન બદલ સરકાર પાસે સહાયની માંગ કરી છે.
- June 16, 2025
0
427
Less than a minute
You can share this post!
editor

