તામીલનાડુ-પુડુચેરીમાં સતત બીજા દિવસે ભારે વરસાદ: જળબંબાકાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બુરેવી વાવાઝોડાની ખાનાખરાબીમાંથી બચી ગયેલા તામીલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો હતો. બન્ને રાજયોમાં અનેક ભાગો જળબંબાકાર બન્યા હતા. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ હતો. તામીલનાડુના સાગરકાંઠે ત્રાટકયા પુર્વે જ બુરેવી વાવાઝોડુ નબળુ પડી ગયુ હતું એટલે કોઈ ગંભીર હાલત સર્જાવાનો સવાલ ન હતો. પરંતુ વાવાઝોડાની અસરથી ભારે વરસાદનો સિલસિલો છે. આજે સતત બીજા દિવસે તામીલનાડુ-પુડુચેરીમાં વરસાદ ખાબકતા રામેશ્ર્વરમ સહિતના ભાગો જળબંબાકાર થયા હતા. હવામાનખાતાના રિપોર્ટ પ્રમાણે આવતા 12 કલાક સુધી વાવાઝોડુ હજુ મન્નારની ખાડીમાં રહેશે. અલબત તેની તીવ્રતા સાવ સામાન્ય જ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.