નવી સંસદના નિર્માણની તૈયારીઓ, વડાપ્રધાન મોદી કરશે ભૂમિ પૂજન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનના નિર્માણ માટે ભૂમિ પૂજન 10 ડિસેમ્બરના રોજ કરશે. વડાપ્રધાન મોદીને આ પ્રસંગ માટે નિમંત્રણ આપવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજે બપોરે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અધિકારીઓએ કહ્યુ હતું કે, સંસદ ભવનની નવી ઈમારતની ડિઝાઈન ત્રિભૂજ આકારની હશે અને જૂના પરિવાસરની પાસે તેનું નિર્માણ થશે. નવા ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટસ લિમિટેડ કરશે.

અધિકારીઓએ સપ્ટેમ્બરમાં જ જણાવ્યુ હતું કે, તેના માટે કંપનીને 861.90 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. સંસદના નવા પરિસરને તૈયાર થતાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. એલએન્ડટીએ આ પ્રોજેક્ટ માટે 865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે નવા સંસદ ભવનની અનુમાનિત ખર્ચ 940 કરોડ રૂપિયા રાખી છે.

જો કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી નેતા સુપ્રીયા સુલેએ આ ઈમારતના નિર્માણના ટાઈમિંગને લઈને સરકાર પર પ્રાથમિકતાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. કારણ કે, હાલના સમયમાં ભારતમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. દેશ આ વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, નવી બિલ્ડીંગમાં એક મોટો કોસ્ટીટ્યૂશન હોલ હશે, જેમાં ભારતની લોકતાંત્રિક વિરાસતની ઝલક જોવા મળશે, આ ઉપરાંત સંસદ સભ્યો માટે લોંજ, અનેક કમિટીઓ માટે મોટા રૂમ, ડાઈનિંગ એરિયા અને યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા પણ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.