પ્યુ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટઃ ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વધતો ધર્મ બની ચૂકયો છેઃ ૨૦૧૦ થી ૨૦૨૦ વચ્ચે મુસ્લિમ વસ્તી ૨૧% વધી
પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં વિશ્વની વસ્તી રચના અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ઇસ્લામ માત્ર વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ જ નથી પરંતુ તે સૌથી ઝડપથી ફેલાતો ધર્મ પણ બની ગયો છે. ૨૦૧૦ અને ૨૦૨૦ ની વચ્ચે મુસ્લિમ વસ્તીમાં ૨૧ ટકાનો નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. આ આંકડો હવે ૧૭૦ કરોડથી વધીને ૨૦૦ કરોડ થઈ ગયો છે.અહેવાલ દર્શાવે છે કે મુસ્લિમ વસ્તીમાં વળદ્ધિની ગતિ વૈશ્વિક સરેરાશ વસ્તી વળદ્ધિ દર (૧૦%) કરતા બમણી ઝડપી રહી છે. જ્યારે અન્ય ધર્મોની વસ્તીમાં સરેરાશ ૯.૭% નો વધારો નોંધવામાં આવ્યો છે, ત્યારે મુસ્લિમ વસ્તીએ વૈશ્વિક સ્તરે ૨૬% હિસ્સો જાળવી રાખ્યો છે. આનો અર્થ એ થયો કે હવે દર ચાર લોકોમાંથી એક મુસ્લિમ છે.
હિન્દુ વસ્તીમાં ઘટાડો થોડો
બીજી બાજુ, હિન્દુ વસ્તીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૧૦માં જ્યારે હિન્દુઓની વૈશ્વિક વસ્તી ૧૫% હતી, તે ૨૦૨૦માં ઘટીને ૧૪.૯% થઈ ગઈ. આ ૦.૧ ટકાનો ઘટાડો દર્શાવે છે, જે વસ્તીના ધીમા વિસ્તરણને દર્શાવે છે.રિપોર્ટ મુજબ, મુસ્લિમ વસ્તીમાં સૌથી વધુ વધારો ઉત્તર અમેરિકામાં નોંધાયો હતો, જ્યાં આ વધારો ૫૨% હતો. અહીં કુલ મુસ્લિમ વસ્તી હવે ૫૯ લાખ છે. આ પ્રદેશમાં ઇસ્લામના ઝડપી પ્રસાર માટે ધર્માંતરણ, શરણાર્થી સ્થળાંતર અને કુદરતી વસ્તી વળદ્ધિ જેવા કારણો જવાબદાર છે.
સહારા આફ્રિકામાં પણ મુસ્લિમ વસ્તીમાં ૩૪% વધારો જોવા મળ્યો છે. આ પ્રદેશ મુસ્લિમ વસ્તીમાં વધારા માટે જાણીતો છે કારણ કે અહીં વસ્તી વળદ્ધિ દર પણ વધારે છે અને ઇસ્લામિક શિક્ષણ કેન્દ્રોની હાજરી પણ એક મુખ્ય કારણ છે. એશિયા-પેસિફિક ક્ષેત્ર હજુ પણ મુસ્લિમ વસ્તીનો સૌથી મોટો ગઢ છે. અહીં કુલ મુસ્લિમ વસ્તીમાં ૧.૪% નો વધારો થયો છે. ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોની હાજરી તેને ઇસ્લામનું મુખ્ય કેન્દ્ર બનાવે છે. યુરોપમાં મુસ્લિમ વસ્તીમાં માત્ર ૦.૭% નો વધારો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ ઇમિગ્રેશન છે.
ભવિષ્યની સાંસ્કળતિક અને રાજકીય દિશા?
પ્યુ રિપોર્ટ એ પણ સૂચવે છે કે આ વસ્તી વિષયક ફેરફારો આગામી દાયકાઓમાં વિશ્વના સામાજિક, સાંસ્કળતિક અને રાજકીય પરિદૃશ્ય પર વ્યાપક અસર કરી શકે છે. આ ફેરફારોથી વૈશ્વિક શક્તિ સંતુલન, નીતિ પ્રાથમિકતાઓ અને સાંસ્કળતિક બહુલતા પ્રભાવિત થશે.મુસ્લિમોની વસ્તી વિશ્વમાં સૌથી ઝડપી દરે વધી રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં આ વાત બહાર આવી છે. આ મુજબ, ૨૦૧૦-૨૦૨૦ દરમિયાન વિશ્વમાં મુસ્લિમ વસ્તી ૩૪.૭ કરોડથી વધીને ૧૯૪.૬ કરોડ થઈ ગઈ છે. આ સાથે મુસ્લિમ સમુદાયનો વૈશ્વિક હિસ્સો ૨૫.૬ ટકા થયો છે.હિંદુઓની વાત કરીએ તો, છેલ્લા ૧૦ વર્ષમાં હિન્દુ વસ્તીમાં વધારો થયો છે, જોકે હિન્દુઓનો વૈશ્વિક હિસ્સો ૧૫ ટકા પર સ્થિર રહ્યો છે, તે વધ્યો નથી કે ઘટયો નથી. ૨૦૧૦-૨૦૨૦ દરમિયાન, હિન્દુઓની વસ્તી ૧૨.૬ કરોડથી વધીને ૧૧૫.૮ કરોડ થઈ છે.પ્યુના સંશોધન મુજબ, ખ્રિસ્તી સમુદાય વિશ્વનો સૌથી મોટો ધાર્મિક જૂથ બની ગયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં, તેમની વસ્તી ૧૨.૨ કરોડથી વધીને ૨૨૯ કરોડ થઈ ગઈ છે. આમ છતાં, ખ્રિસ્તી સમુદાયનો વૈશ્વિક હિસ્સો ઘટયો છે, જે ૩૦% થી ઘટીને ૨૮% થયો છે.
નાસ્તિકોની વસ્તીમાં પણ વધારો થયો
સંશોધન અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે ૨૦૧૦ માં વિશ્વમાં કુલ ૧૧૩ કરોડ નાસ્તિક હતા, જેઓ કોઈપણ ધર્મમાં માનતા નથી. ૨૦૨૦ સુધીમાં, તેમની વસ્તી વધીને ૧૪૦ કરોડ થઈ ગઈ છે, જે ૨૭ કરોડનો વધારો છે. બીજી બાજુ, જો આપણે વૈશ્વિક હિસ્સા વિશે વાત કરીએ, તો નાસ્તિકો ૧૬.૪ ટકા છે.પ્યુના સંશોધનમાં અન્ય ધર્મોની વિગતો પણ છે. ઉદાહરણ તરીકે, બૌદ્ધ ધર્મને અનુસરતા લોકોની સંખ્યા ૧.૯ કરોડ ઘટીને ૩૨.૪ કરોડ થઈ ગઈ છે અને તેમનો વૈશ્વિક હિસ્સો ૫ ટકાથી ઘટીને માત્ર ૪.૨ ટકા થયો છે. આ ઉપરાંત, યહૂદી સમુદાય વિશ્વનો સૌથી નાનો ધાર્મિક સમુદાય છે, જેની વસ્તી ૧.૪ થી વધીને ૧.૫ કરોડ થઈ છે. યહૂદી સમુદાયનો વૈશ્વિક હિસ્સો ફક્ત ૦.૨ ટકા છે. જ્યારે, શીખ, જૈન અને બહાઈ સમુદાય જેવા અન્ય ધર્મોની વસ્તી ૧.૮ કરોડ વધીને ૧૭.૨ કરોડ થઈ છે. તેમનો વૈશ્વિક હિસ્સો ૨.૨ ટકા છે.
વિશ્વની વસ્તીમાં ધર્મના આધારે મોટું પરિવર્તન આવી રહ્યું છે. ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો અને ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડો થયો હતો, જ્યારે હિન્દુઓનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું છે. વિશ્વની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓની પ્રમાણ ઘટીને ૨૮.૮ ટકા થયું હતું, જ્યારે મુસ્લિમોનું પ્રમાણ વધી ૨૫.૬ ટકા થયું હતું. બીજી તરફ હિન્દુઓનું પ્રમાણ નજીવું ઘટીને ૧૪.૯ ટકા રહ્યું હતું.૨,૭૦૦થી વધુ વસ્તી ગણતરી અને સરવેનું વિશ્લેષણ કરીને પ્યૂ રિસર્ચ સેન્ટરે જારી કરેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધુ છે. ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ખ્રિસ્તીઓની વસ્તી ૨.૧૮ અબજથી વધી ૨.૩૦ અબજ થઈ હતી, પરંતુ વિશ્વની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ ૩૦.૬ ટકાથી ઘટીને ૨૮.૮ ટકા થયું હતું. બીજી તરફ મુસ્લિમોની સંખ્યા ૩૪.૭ કરોડ વધીને આશરે બે અબજ થઈ છે. તેનાથી વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧.૮ ટકા વધીને ૨૫.૬ ટકા થયું હતું. તમામ ધર્મોમાં ઇસ્લામમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.હિન્દુ અને યહુદી ધર્મનું લોકોનું પ્રમાણ વૈશ્વિક વસ્તી વળદ્ધિની તુલનામાં સ્થિર રહ્યું છે. બૌદ્ધ એકમાત્ર એવો ધર્મ છે, કે જેની વસ્તી ૨૦૧૦ની તુલનામાં ૨૦૨૦માં ઘટી હતી. ઓછી પ્રજનન ક્ષમતા અને ધર્મપરિવર્તનને કારણે બુદ્ધ ધર્મના લોકોની સંખ્યા ૩૪.૩ કરોડથી ઘટીને ૩૨.૪ કરોડ થઈ હતી.
કોઇપણ ધર્મ સાથે ન જોડાયેલા લોકોની વસ્તીનું પ્રમાણ ૨૩.૩ ટકાથી વધીને ૨૪.૨ ટકા થયું હતું. ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડાનું કારણ વસ્તી વિષયક સ્થિરતા નહીં, પરંતુ ધાર્મિક પરિવર્તન છે. ૨૦૨૦ની સ્થિતિએ ખ્રિસ્તીઓ ૧૨૦ દેશો અને પ્રદેશોમાં બહુમતી ધરાવતાં હતાં. એક દાયકા પહેલા ૧૨૪ દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી હતી. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ઉરુગ્વેમાં ખ્રિસ્તીઓની વસ્તી ૫૦ ટકાથી નીચે આવી ગઈ છે. તેમની વસ્તી બ્રિટનમાં ૪૯ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૪૭ ટકા, ફ્રાન્સમાં ૪૬ ટકા અને ઉરુગ્વેમાં ૪૪ ટકા થઈ હતી. વિશ્વની વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં વધારાના મુખ્ય કારણમાં યુવાન વસ્તી, ઊંચો પ્રજનન દર અને ઓછું ધર્મપરિવર્તન છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હિન્દુઓની સંખ્યા ૧૨.૬ કરોડ વધીને ૧.૨ અબજ થઈ હતી. વિશ્વની કુલ વસ્તીમાં હિન્દુઓની પ્રમાણ ૧૫ ટકાથી ઘટીને ૧૪.૯ ટકા થયું હતું.

