ફિલ્મ ‘ટેનેટ’થી ડિમ્પલ કાપડિયાએ હોલિવૂડમાં પ્રવેશ કરી લીધો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
‘ધ ડાર્ક નાઈટ’, ‘ઇનસેપ્શન’ જેવી ફિલ્મ્સના ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ટેનેટ’થી ડિમ્પલ કાપડિયાએ હોલિવૂડમાં પ્રવેશ કરી લીધો છે. આ અગાઉ તે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’માં પણ જાેવા મળી હતી. ડિમ્પલે ટેનેટ અને ક્રિસ્ટોફર નોલાનની સાથે તેની મુલાકાતની કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. આ ફિલ્મ ભારતમાં ચોથી ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
‘ટેનેટ’ સાથે કેવી રીતે જાેડાણ થયું? તમે પહેલા ક્યારેય હોલિવૂડમાં કામ કરવા અંગે વિચાર્યું નહોતું? તેવા સવાલના જવાબમાં ડિમ્પલે કહ્યું હતું કે મેં પહેલાં ક્યારેય પ્રયત્ન પણ કર્યો ન હતો. ભગવાનની ભેટ, આ પાત્ર જયારે મળ્યું ત્યારે કામ શરૂ થઇ ગયું. આ માટે મને કોલ આવ્યો હતો કે મારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ માટે ઓડિશન આપવું પડશે. પહેલા એવું લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. ક્રિસ્ટોફર નોલાન કેમ મને તેની ફિલ્મમાં રોલ આપશે? ત્યારે કોલ કરનારી છોકરીએ કહ્યું કે હકીકતમાં તમારું ઓડિશન માગવામાં આવ્યું છે. હું તો ખુશ ખુશ થઇ ગઈ હતી, પરંતુ જ્યારે મેં ઓડિશન માટે બે-પાનાના સંવાદો જાેયા ત્યારે મને લાગ્યું કે હું નહીં કરી શકું. એવો વિચાર આવ્યો કે રિજેક્શન થઇ ગયું તો? પછી વિચાર્યું કે એકવાર પ્રયત્ન તો કરું.
બસ, ઓડિશનનો વીડિયો બનાવીને મોકલ્યા બાદ તેમનો મેસેજ આવ્યો કે તે ઓડિશન લેવા માટે મુંબઈ આવી રહ્યા છે. હું તે વાતથી જ ખુશ હતી કે મને ક્રિસ્ટોફર નોલાન સાથે ઓડિશન કરવાની તક મળી રહી છે. પછી જ્યારે તેમણે કાસ્ટ કરી ત્યારે તે ખુશીની સાથે સાથે નર્વસ પણ હતી. આટલી મોટી ફિલ્મનો ભાગ બનવું તે દરેક કલાકારનું સપનું હોય છે. આ ગભરાટના કારણે કામ કરતી વખતે એન્જાેય નહતી કરી શકી. હવે વિચારું છું કે તે કેટલી પાગલ હતી. હું ફક્ત કામમાં જ રહી, પરંતુ બધું ખૂબ જ સારી રીતે થઇ ગયું.’

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.