લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કપલને મનસુફીથી રહેવાનો હક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લગ્ન કર્યા વિના બે પુખ્ત વયની વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો એ કાયદેસર અને બંધારણીય છે એવો મહત્ત્વન ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટે આપ્યો હતો.

પુખ્ત વયની વ્યક્તિને પોતાની મુનસફીથી રહેવાનો હક

હાઇકોર્ટે કહ્યું કે આખા દેશમાં આ પ્રકારનો સંબંધ કાયદેસરનો છે અને કોઇ આવા યુગલના રહેવામાં દખલ કરી શકે નહીં. હાઇકોર્ટે કહ્યું કે બંધારણની 21મી કલમ હેઠળ કોઇ પણ પુખ્ત વયની વ્યક્તિને પોતાની મુનસફીથી રહેવાનો હક છે. એમાં કોઇ વ્યક્તિ દરમિયાનગીરી કરી શકે નહીં.

લીવ ઇન રિલેશનશીપ કાયદેસર: હાઇકોર્ટ

જસ્ટિસ અંજની કુમાર મિશ્ર અને જસ્ટિસ પ્રકાશ પડિયાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને બીજા આ પ્રકારના કેસનો ચુકાદો આપતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે લીવ ઇન રિલેશનશીપ કાયદેસર છે. બે પુખ્ત વયની વ્યક્તિ પરસ્પરની સંમતિથી આ રીતે રહી શકે છે. ફર્રુખાબાદના કામિની અને અજય કુમારની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.