હાઇવે ઓથોરિટીની બેદરકારીને લઇ ભરાતાં વરસાદી પાણીને લઇ હાઇવે પર અકસ્માતની ભિતી ; ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા કુપટ વડાવલ વચ્ચે આવેલા મહાદેવપુરા નજીક નાળાપાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે ઓથોરિટીની બેદરકાર ને લઇ સર્વિસ રોડ પર ભરાતાં પાણીને લઇ અકસ્માતની પણ ભિતિ સેવાઈ રહી છે.
હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ પ્રિ-મોન્સૂનની કામગીરી એળે જતી જોવા મળી રહી છે. ભારે વરસાદ થાય તો સર્વિસ રોડનું ભરાયેલ પાણી નેશનલ હાઇવે પર પણ આવી શકે છે. પરંતુ અત્યારે સર્વિસ રોડ પર ભરાયેલ પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમા ચાલવાની ફરજ પડી છે. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ભરાતાં પાણીનો યોગ્ય નિકાલ કરવા માં આવે તેવી માંગ ઉઠી છે.


