કાણોદરના ઉમરદશી બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલક ઘવાયો

કાણોદરના ઉમરદશી બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલક ઘવાયો

અકસ્માતને પગલે હાઈવેની બંને સાઈડે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા

ઘટના સ્થળે દોડી આવેલી છાપી પોલીસે ટ્રાફિક પર નિયંત્રણ મેળવ્યો; પાલનપુરથી અમદાવાદ હાઇવે પર આવેલ કાણોદર નજીક ઉમરદશી નદી પર બ્રિજના કામને લઇ જૂના બ્રિજ પર આવતા જતા વાહનો માટે વન વે માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જ્યા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલક ઘાયલ થતા અકસ્માત સર્જનાર ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ જતા અહી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઇ દોડી આવેલી પોલીસે ટ્રાફિક જામ પર માંડ અંકુશ મેળવ્યો હતો.

પાલનપુર -અમદાવાદ હાઇવે ભારે વાહનોથી રાત દિવસ ધમધમતો રહે છે. આ માર્ગ પર જગાણા, કાણોદર, ઉમરદશી નદી અને છાપી હાઇવે પર ચાર જગ્ગાએ ઓવરબ્રિજ બનાવવાનુ કામ ચાલી રહ્યુ હોઇ કેટલીક જગ્યાએ વાહનો માટે વન વે માર્ગ શરૂ કરવામાં આવ્યા છે પરંતુ વાહનોની તેજ રફતારને લઇ દિન પ્રતિદિન નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે જે વચ્ચે કાણોદર નજીક ઉમરદશી નદી પર નવા બ્રીજના કામને લઇ જૂના બ્રિજ પર વાહનો માટે વન વે કરાયો છે જ્યા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ચાલક રોડ વચ્ચે જ ટ્રક મૂકીને ફરાર થઇ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં એક ટ્રક ચાલક ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો બનાવની જાણ થતાં છાપી પોલીસ દોડી આવી મહા મુશીબતે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *