સેન્સેક્સ ૩૭ અંકના ઘટાડા સાથે ૪૪૬૧૮ની સપાટીએ બંધ

Business
Business

મુંબઇ,
આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસ એટલે કે બુધવારે શેરબજાર થોડુ ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૦૮ ટકા (૩૭.૪૦ પોઇન્ટ) ઘટીને ૪૪૬૧૮.૦૪ ની સપાટીએ બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૦૩ ટકા (૩.૬૦ પોઇન્ટ) ઘટીને ૧૩૧૦૫.૪૫ ના સ્તરે બંધ રહ્યો હતો.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ગેઇલ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્‌સ, કોલ ઈન્ડિયા અને ટાઇટનના શેર લીલા નિશાન પર બંધ થયા છે. કોટક બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, શ્રી સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
જાે આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે, બેંકો, પીએસયુ બેંકો, ખાનગી બેન્કો અને ફાઇનાન્સ સેવાઓ સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. જેમાં એફએમસીજી, ફાર્મા, મીડિયા, રિયલ્ટી, ઓટો, આઇટી અને મેટલ શામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.