વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમમાં 1 હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, 2 મહિલા બેભાન થવાની ઘટના બની

વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમમાં 1 હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, 2 મહિલા બેભાન થવાની ઘટના બની





(જી.એન.એસ) તા. 26

વડોદરા,

‘ઓપરેશન સિંદૂર’ બાદ પર્થ વખત ગુજરાત પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે. હોમગાર્ડ જવાના પરિવારે આક્ષેપ કર્યો છે કે નિતેશભાઇને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હોત તો તેમનો જીવ બચી ગયો હોત.

વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા 29 વર્ષના નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે 11 વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. રવિવારે આખો દિવસ, રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા. સવારે 8:00 વાગે નિતેશભાઇ જરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. 

આ ઘટનામાં પ્રાથમિક તારણ મુજબ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે, જ્યારે એક વર્ષનું તેમનું નાનું બાળક પણ છે. બનાવના પગલે તેમના સગા વાલા અને મિત્રો સયાજી હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા. 

પીએમ મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *