સચિનનો રેકોર્ડ વિરાટ કોહલીએ તોડ્યો, વન ડેમાં સૌથી ઝડપી બનાવ્યા 12 હજાર રન.

Sports
Sports

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ ટીમ ઈન્ડિયા એ ગુમાવી દીધી છે. ત્રીજા અને અંતિમ મુકાબલામાં વિરાટ કોહલી ની પ્રતિષ્ઠા બચાવવાની જવાબદારી છે. ઓસ્ટ્રેલિયા અગાઉ 2 વન ડે મેચ જીતી ચૂકી છે. અને તેની સામે હવે ભારતને 0-3થી ક્લિન સ્વીપ કરવાનો મોકો છે. આ વચ્ચે વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ICC રેન્કિંગમાં દુનિયાના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે કેનબરામાં પોતાની 63 રનોની ઈનિંગ દરમિયાન 23 રન બનાવતાં જ વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ફાસ્ટ 12 હજાર રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

32 વર્ષીય વિરાટ કોહલીએ સૌથી ઓછી ઈનિંગ (242)માં આ ઉપલ્બધિ હાંસલ કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ને પણ પાછળ છોડી દીધા છે. તેઓને પોતાના 12 હજાર રન પૂરા કરવા માટે 300 ઈનિંગ લાગી હતી.

વિરાટ કોહલીના નામે પહેલાંથી જ સૌથી ફાસ્ટ 8000, 9000, 10000 અને 11000 રન બનાવવાનો રેકોર્ડ છે. વિરાટ કોહલીની અત્યાર સુધીની 1000-11000 રન બનાવવા માટે લાગેલી ઈનિંગ પર નજર કરીએ તો….વિરાટ કોહલીએ અત્યાર સુધી 251 વન ડે મેચોની 242 ઈનિંગમાં 59.31ની સરેરાશથી 12040 રન બનાવ્યા હતા.

તેણે 43 સદી અને 60 હાફ સેન્ચુરી લગાવી છે. સૌથી વધારે સદીની વાચ કરીએ તો આ મામલે ફક્ત સચિન તેનાથી આગળ છે. તેઓએ પોતાના વન ડે કેરિયરમાં 49 સદી ફટકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.