ઝિપ્પોએ આ તહેવારની મોસમમાં ફેક ફ્લેમ્સ પર લાઈટ ચમકાવવા માટે ડિવાઈન સાથે ભાગીદારી કરી અસલ ઓરિજિનલ ઝિપ્પો વિંડપ્રૂફ લાઈટરોના લાભો દર્શાવે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારત,નકલ ઉદ્યોગ વૃદ્ધિ પામી રહ્યો છે ત્યારે ઝિપ્પો આ તહેવારની મોસમમાં તેને વાસ્તવિક રાખવાના લાભો પર પ્રકાશ ચમકાવે છે. દેશભરમાં લોકો તેમની ઉજવણીને પ્રકાશમય બનાવવા માટે પોર્ટેબલ ફ્લેમ્સ ખરીદી કરવા ધારે છે ત્યારે ઝિપ્પો અસલ ઓરિજિનલ વિંડપ્રૂફ લાઈટર વસાવવાના લાભો સામે ફેક ફ્લેમ્સ ખરીદી કરવાની સમસ્યા આલેખિત કરે છે.

બજારમાં નકલખોરોનાં પૂર આવ્યાં છે ત્યારે નકલીની ઘટનાઓ વર્ષે 24 ટકાથી વધી છે,* જે મુખ્યત્વે લાઈફસ્ટાઈલ અને એપરલ બ્રાન્ડ્સને લક્ષ્ય બનાવે છે. ઝિપ્પોએ ભૂગર્ભ ઉદ્યોગ પ્રત્યે ધ્યાન દોરવા અને હલકી ગુણવત્તાની પ્રોડક્ટો ખરીદી કરવા સાથે સંકળાયેલી સંભવિત સમસ્યાઓને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને અસલી કઈ રીતે શોધી કાઢવું તે વિશે માહિતગાર કરતાં પ્રભાવશાળીઓનો સમુદાય અને રૅપ આર્ટિસ્ટ ડિવાઈસ સાથે ભાગીદારી કરી છે.

ઝિપ્પો વિંડપ્રૂફ લાઈટરો તેની પ્રતીકાત્મક ડિઝાઈન અને બેજોડ ટકાઉપણા માટે ઓળખાય છે, જે દુનિયાભરમાં નકલી ઝિપ્પોના લાઈટરોનો હમશકલ અને અનધિકૃત સજાવટને ઈંધણ પૂરું પાડે છે. આ આલેખિત કરવા માટે મોટા મુદ્દા આલેખિત કરવા માટે વિશ્વસનીયતા અને જોશ માટે જાણીતા અંડરગ્રાઉન્ડ રૅપ આર્ટિસ્ટ ડિવાઈનને આલેખિત કરવા ઝિપ્પો લોકોને નકલી સારું કઈ રીતે નથી તે લોકોને યાદ અપાવવા કામ કરી રહી છે.

ડિવાઈન ઝિપ્પો સાથે કામ કરવા વિશે કહે છે, મારા ચાહકો જાણે છે કે હું સચ્ચાઈનો સામનો કરું છું. મોટા મુદ્દાઓ મને લખવા માટે પ્રેરિત કરે છે, તેઓ મારા ચાહકો સાથે મને જોડે છે અને વિશ્વસનીયતા મારા માટે મહત્ત્વપૂર્ણ છે. ઝિપ્પોએ મને ભારતમાં મોટી સમસ્યા એવી નકલખોરીની અંધકારમય દુનિયા પર પ્રકાશ પાડવામાં મદદરૂપ થવા માટે મને પૂછ્યું ત્યારે હું મદદરૂપ થવા ભારે ઉત્સુક હતો. નકલી હોવું તે કોઈ રીતે સારું નથી. નકલી પ્રોડક્ટો લોકોને સંભવિક ખતરાઓ સામે નિર્બળ બનાવે છે અને ઘણા બધા કિસ્સામાં લોકોને છેતરાયા હોવાની લાગણી થાય છે. અસલપણું દરેક વખતે નકલી સામે જીતે છે. આ જ સચ્ચાઈ મારી પડખે છે.

ઝિપ્પો ગ્લોબલ માર્કેટિંગના સિનિયર બ્રાન્ડ મેનેજર લુકાસ જોન્સને જણાવ્યું હતું કે નકલખોરીના ઉદ્યોગ પર પ્રકાશ પાડવા માટે ડિવાઈસ સાથે કામ કરવાની અને લોકોને અસલી ડીલને ઓળખવાના જ્ઞાન સાથે સુસજ્જ બનાવી સુરક્ષિત, અસલ વિંડપ્રૂફ લાઈટરો ખરીદી કરવા માટે પ્રોત્સાહન આપવા અમે ભારે રોમાંચિત છીએ. ઉપરાંત અમે લાઈટરનાં ઘણાં બધાં ફીચર પ્રદર્શિત કરવા માટે દિવાળી વિંડપ્રૂફ લાઈટર કલેકશન રજૂ કરી રહ્યા છીએ, જે અજોડ ઓળખ સંહિતા છે, જે તમે સર્વ સમયે અસલ જ જોડે રાખો છો તેનો આત્મવિશ્વાસ તમને આપી શકે છે.

એક અસલ ઓરિજિનલ ઝિપ્પો વિંડપ્રૂફ લાઈટરની ઉજવણી કરવા અને પ્રકાશના પાંચ દિવસના મહોત્સવને ધ્યાનમાં રાખતાં ઝિપ્પોએ આ દિવાળી પ્રેરિત પાંચ નંગનું વિંડપ્રૂફ લાઈટર કલેકશન તૈયાર કર્યું છે. કલેકશનમાં સમાવિષ્ટ બધાં લાઈટરોમાં તેમની અજોડ ડિઝાઈન સાથે ટ્રેડમાર્કડ શેપ અને ઝિપ્પો ક્લિક સાથે અંધકાર પર પ્રકાશની જીતની દિવાળીની થીમ પરથી પ્રેરિત છે, જે સમૃદ્ધિ અને જ્ઞાનની ઉજવણી અને તહેવારની રીતરસમોનું પાલન કરે છે.

છેલ્લાં 90 વર્ષમાંમ લગભગ 300,000 અજોડ ડિઝાઈન સાથે ઝિપ્પો તેના પ્રતીકાત્મક વિંડપ્રૂફ લાઈટરોની નામના અને ક્રિયાત્મક અખંડતાનું રક્ષણ કરવા સખત મહેનત કરી રહી છે. આ કેમ્પેઈન વિતરકો અને ડીલરોના તેના અધિકૃત નેટવર્કને ટેકો આપવા માટે બ્રાન્ડની નવીનતમ છે અને તમારા ખિસ્સામાં આવતી પ્રોક્ટ ગુણવત્તાનો અસલી ઓરિજિનલ ઝિપ્પો સ્ટેમ્પ ધરાવે તેની ખાતરી રાખે છે.

ઝિપ્પો વિશે
દુનિયામાં સૌથી માનવંતી બ્રાન્ડ્સમાંથી એક ઝિપ્પોની સ્થાપના પેનસિલ્વેનિયાના બ્રેડફોર્ડમાં જ્યોર્જ જી બ્લેસડેલ દ્વારા 1932માં કરવામાં આવી હતી, જ્યાં તેણે લગભગ 600 મિલિયન વિંડપ્રૂફ લાઈટરો ઉત્પાદન કર્યા છે. ફ્લિટ વ્હીલમાં સુધારણા અને કેસ ફિનિશીઝમાં ફેરફારના અપવાદો સાથે પ્રોડક્ટ યથાવત રહી છે અને કંપનીની વિખ્યાત આજીવન ગેરન્ટી “ઈટ વર્કસ ઓર વી ફિક્સ ઈટ ફ્રી™’’નો ટેકો ધરાવે છે. ઝિપ્પોની વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટોમાં લાઈટર્સ અને એસેસરીઝ, બુટેન કેન્ડલ લાઈટર્સ, ફ્રેગ્રન્સ અને આઉટડોર શોખીનો માટે હીટ અને ફ્લેમ પ્રોડક્ટ્સની મજબૂત રેખાનો સમાવેશ થાય છે. ઝિપ્પો લગભગ 180 દેશોમાં વેચાણ કરે છે અને બ્રેડફોર્ડ સ્થિત ડબ્લ્યુઆર કેસ એન્ડ સન્સ કટલેરી કંપની અને વેલ્સવિલે, એનવાય સ્થિત નોર્ધર્ન લાઈટ્સની માલિકી ધરાવે છે, જે લક્ઝરી કેન્ડલ્સ અને આર્ટિસન એસેસરીઝની અગ્રણી ડિઝાઈનર છે. વધુ માહિતી માટે વિઝિટ કરો zippo.com.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.