ડીસા શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલા વણઝારાવાસમાં લગ્ન મંડપમાં ગેસનો બાટલો લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ ગેસનો બાટલો લીક થવાના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની જાણ થતાં જ ડીસા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીની સીઝન ચાલી રહી છે, ત્યારે આવી ઘટનાઓ બનવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગેસ સિલિન્ડર અને અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખે અને સાવચેતી રાખે જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય. જો ગરમીના સમયે ધ્યાનપૂર્વક અને સમજદારીથી કામ લેવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય છે.


