ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી.

પાકિસ્તાન સાથેની સરહદ પર યુદ્ધવિરામ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક યોજાશે.પહેલગામ હુમલા પછી, સીસીએસની બે બેઠકો થઈ ચૂકી છે. આજે યોજાનારી બેઠકોમાં ‘ઓપરેશન સિંદૂર’ પછીની રણનીતિ, પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ અને યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ પર ચર્ચા થઈ શકે છે તેવું માનવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *