પાટણમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું ૩ સામે ગુનો

પાટણ
પાટણ

પાટણમા રજિસ્ટ્રેશન વગર ટ્રેડીંગમાં શેર લે-વેચ કરવાનાં મામલે પાટણ એલસીબી પોલીસે ત્રણ શખસો સામે ફરીયાદ નોધી કાયદેસરxની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે જીલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આપેલ સુચનાને પગલે ગતરોજ પાટણ એલસીબી પીઆઇ એ.બી.ભટ્ટ, એસઓજી પીએસઆઇ વી.આર.ચૌધરી, સહિતના સ્ટાફે મળેલી બાતમી આધારે શહેરના નવાગંજમાં આવેલ કુંતેશ્વરી એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાં રેઇડ કરતાં શેરબજાર ટ્રેડીંગ કોઇપણ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વગર ચલાવાતું હોવાનું સામે આવ્યું હતુ.તો સેબીનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વગર આ લોકો ટ્રેડીંગનો ધંધો કરતાં હોવાનું ધ્યાને આવતા પોલીસે પંકજકુમાર મફતલાલ સોની રહે.શિષ બંગલોજ, ટેલિફોન એક્સચેન્જ રોડ પાટણ,પરમાભાઈ દાદુભાઈ નાડોદા,રહે.કનીજ તા.સમી અને કનુભાઈ મગનભાઈ દેસાઇ રહે.રશીયન નગર, સિધ્ધપુર હાઈવે,પાટણ વાળા સામે સામાન્ય ગ્રાહકોને નાણાંકીય વળતર અપાવવાની લાલચ આપી તેઓના પૈસા મેળવી શેર હાજર કોમોડીટી તથા ગોલ્ડ સિલ્વરની લે-વેચનું ડબ્બાં ટ્રેડીંગ કરીને પોતે અનઅધિકૃત વ્યક્તિ હોવાનું જાણવા છતાં, અપ્રામાણિક રીતે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરી,

ઇન્કમટેક્ષ તથા સર્વિસટેક્ષની ચુકવણી કર્યા સિવાય ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરતાં હોવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે સ્થળ ઉપર થી રોકડ રકમ 27,370, મોબાઇલ નંગ-3 કિ.રૂ.10,500, કોમ્પ્યુટર સેટ નંગ-2 કિ.રૂ.40,000, કેલક્યુલેટર કિ.રૂ.50 મળી કુલ કિ.રૂ.77,920નો મુદ્દામાલ ઝડપી તમામ સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.