ભારતમાં એક્ટિવાના 20 વર્ષ પૂરાં થવા પર સ્કૂટરની એનિવર્સરી એડિશન લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 66,816 રૂપિયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં હોન્ડા એક્ટિવાને 20 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે, કંપનીએ તેનાં સ્કૂટરની એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. આ એડિશનની એક્સ શો રૂમ કિંમત 66,816 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ સ્કૂટરને સ્ટાન્ડર્ડ અને ડીલક્સ વેરિઅન્ટમાં ખરીદી શકશે. તેનાં ડીલક્સ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 68,316 રૂપિયા છે. એક્ટિવાની આ એનિવર્સરી એડિશનની કિંમત કરન્ટ મોડેલ કરતાં 1,500 રૂપિયા વધારે છે.

હોન્ડાએ વર્ષ 2001માં એક્ટિવા સ્કૂટર લોન્ચ કર્યું હતું. છેલ્લાં 20 વર્ષોમાં તે ભારતમાં સૌથી વધુ વેચાતું સ્કૂટર બની ગયું છે. કંપની દર વર્ષે નેક્સ્ટ જનરેશન એક્ટિવા લોન્ચ કરે છે. ભારતમાં તેણે અત્યાર સુધીમાં 22 લાખ કરતાં વધારે યૂનિટનું વેચાણ કર્યું છે. હીરો સ્પ્લેન્ડર બાઇક પછી બીજું સૌથી વધુ વેચાયેલું ટૂ-વ્હીલર છે.

એક્ટિવાના આ એડિશનનો લુક બદલાઇ ગયો છે. તમે તેને બે કલર પર્લ નાઇટસ્ટાર બ્લેક અને મેટ મટ્યુર બ્રાઉન મેટાલિકમાં ખરીદી શકશો. તેની સાઇડમાં ગોલ્ડ કલરનું એક્ટિવા બેજ લગાવવામાં આવ્યું છે. સ્કૂટરના ફ્રંટ અને સાઇડમાં વ્હાઇટ અને યલો કલરની લાંબી સ્ટ્રાઇપ્સ લગાવવામાં આવી છે. તેમાં બ્લેક સ્ટીલ વ્હીલ્સ અને બ્લેક ક્રેન્કકેસ કવર મળશે.

એક્ટિવાનાં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તેમાં એક્ટિવા 6Gમાં પહેલેથી ઉપલબ્ધ BS6 કમ્પ્લાયન્ટ 109.5ccનું ફ્યુઅલ ઇન્જેક્ટેડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. તે 7.79PS પાવર અને 8.79Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં LED હેડલાઇટ, 12 ઇંચના ફ્રંટ વ્હીલ્સ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન જેવાં ફીચર્સ પણ મળશે. ઇન્ડિયન માર્કેટમાં તે TVS જ્યુપિટર (64,077 – 70,802 રૂપિયા) અને હીરો મેસ્ટ્રો એજ 110 (61,450 – 62,950 રૂપિયા)ને ટક્કર આપશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.