લિવપ્યોરે 70% વોટર રિકવરીવાળું દુનિયાનું પહેલુ આરઓ વોટર પ્યુરિફાયર કર્યું લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

70% વોટર રિકવરીની સાથે દુનિયાનું પહેલુ આરઓ વોટર પ્યૂરીફાયર, સ્થાયી જીવનની દિશામાં એક મોટુ પગલુ

એક સ્વસ્થ અને સ્થાયી જીવન આપવામાં ફ્રંટરનર લિવપ્યોરે અત્યાર સુધીની અને ભવિષ્યની રેંજ લોન્ચ કરી છે, જે આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) આધારિત વોટર પ્યૂરિફાયર છે જેમાં તેણે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના પૂર્વાનુમાન પ્રમાણે 2030 સુધી ભારતમાં 50 ટકા પાણીનો ઘટાડો થશે. લિવપ્યોરે જળ સંરક્ષણ વિશે જાગૃતતા ફેલાવવા માટે ભૂતકાળમાં #CuttingPani અને #RiversInBottle જેવા કેમ્પેઇન ચલાવ્યા છે. આ આરઓ વર્તમાન આરઓમાં ઉપલબ્ધ 25%થી 30% રિકવરીની સરખામણીમાં 70% પાણી રિકરવર કરશે. આનાથી દર વર્ષે 20,000 લિટર પાણીની બચત થશે, જેનાથી ભારત અને દુનિયાના અનેક દેશોમાં પાણીના સંરક્ષણમાં એક મોટુ યોગદાન હશે.

લિવપ્યોરે જિંગર અને પ્લેટિનો પ્લસ કોપર લોન્ચ કર્યું છે, જે 70% પાણી રિકવર કરે છે અને કંઝ્યૂમર્સ માટે પૈસાનું ઉત્તમં મૂલ્ય આપે છે. પ્રીમિયમ મૉડલ મેગ્ના પસંદગીના બજારો અને ચેનલોમાં 80% રિકવરી સાથે ઉપલબ્ધ છે. તેને ટૂંક જ સમયમાં રાષ્ટ્રીય સ્તર પર લોન્ચ કરવામાં આવશે. ઉચ્ચ સ્તર પર પાણીની રિકવરી આપનારી આ શોધ માટે પેટેંટ માટે અરજી કરી દીધી છે. આ ઉત્પાદન ભારતભરમાં ઉપલબ્ધ હશે. જિંગર રૂપિયા 18,990 પર ઉપલબ્ધ છે તથા પ્લેટિનો + તાંબા રૂપિયા 22,000 પર ઉપલબ્ધ છે.

લોન્ચ પર બોલતા લિવપ્યોરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નવનીત કપૂરે જણાવ્યું, “પાણીની અછત વિશ્વ માટે એક મોટો પડકાર છે અને ભારત માટે તે એટલો જ મહત્વપૂર્ણ છે. અમે 4 વર્ષ પહેલા આરઓ બેસ્ડ વોટર પ્યૂરીફાયર સાથે સંકળાયેલા રિકવરીના મુદ્દાના સમાધાન માટે રોકાણ કરવાનું શરૂ કરી દીધુ હતુ. લિવપ્યોર 2017થી બન્ને સરકારો સાથ સમર્થિત ઈન્ડિયા ઈઝરાયલ ઈનોવેશન બ્રિજના માધ્યમથી ઇઝરાયલમાં અનેક ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રાયોજિત કરી રહી છે. તેનાથી અમને આરઓ બનાવવામાં મદદ મળી, જે પાણીની કિરવરી સુધારે છે અને ભારતીય જળ સ્થિતિઓ માટે સૌથી આદર્શ છે. ભારતીય ગ્રાહકોને ઈનોવેટિવ ઉત્પાદનો ડિલીવર કરવા માટે લિવપ્યોરએ સતત આરએન્ડડીમાં રોકાણ કર્યું છે. લિવપ્યોરમાં અમે ઉત્સાહિત છીએ કે સ્માર્ટ અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સના માધ્યમથી સંપૂર્ણ સુરક્ષા આપવા ઉપરાંત અમે હવે ગ્રાહકોને જળ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સશક્ત છીએ.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.